પંજાબ સામેની મેચ પહેલા આઇપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેર્ન્સ બેંગ્લુરૂના કેપ્ટન વિરાટ કોહલીનો ડાન્સનો વિડીયો વાયરલઃ ફેન્સએ અલગ-અલગ ગીતો સાથે મિકસ કરીને પોસ્ટ કર્યો
દુબાઇઃ આઇપીએલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સારૂ પ્રદર્શન કરી રહી છે. અત્યાર સુધીમાં રમાયેલી આઠ મેચમાંથી બેંગ્લોરે પાંચમાં જીત મેળવી છે. વિરાટ કોહલીની કેપ્ટનસીવાળી ટીમ આરસીબીને ગત મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબ સામે આઠ વિકેટથી હારનો સામનો કરવો પડયો પરંતુ બેંગ્લોરની પાસે હજી પણ પ્લે-ઓફમાં જવાની સારી તક છે. કિંગ્સ ઇલેવન પંજાબની સામે આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂની ૮ વિકેટથી હારનો સામનો કરવો પડયો હતો. મેચમાં ટોસ જીતી પહેલી બેટીંગ કરવા ઉતરી રોયલ ચેલેન્જર બેંગ્લોર ર૦ ઓવરમાં ૬ વિકેટ ગુમાવી ૧૭૧ રન બનાવ્યા આરસીબી માટે કેપ્ટન વિરાટ કોહલીએ સૌથી વધારે ૪૮ રન બનાવ્યા. જવામાં કિંગ્સ ઇલેવન પંજાબે ર૦ ઓવરમાં ર વિકેટ ગુમાવી લક્ષ્ય પૂર્ણકર્યો હતો.
પંજાબની સામે આ મેચ પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂના કેપ્ટન વિરાટ કહોલીએ તેની કેટલીક શાનદાર મૂવ્સ દેખાડી. પ્રી-મેચ પ્રેકિટસ સેશન દરમિયાન કોહલી મસ્તીમાં તેની કેટલીક ડાન્સિંગ મૂવ્સ કરતો જોવા મળ્યો. વિરાટ કોહલીનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબજ વાયરલ થઇ રહ્યો છે. એટલું જ નહીં ફેન્સને આ વિડીયો એટલો પસંદ આવી રહ્યો છે કે, તેના ડાન્સ મૂવ્સને અલગ અલગ સોન્ગ સાથે મિકસ કરી પોસ્ટ કરી રહ્યા છે.
બન્યા પી.કે. ભોજપુરીમાં વિરાટ કોહલીની મજા તેમને જણાવી દઇએ કે, કોહલીએ હાલની સીઝનમાં ૮ મેચમાં કુલ ૩૦૪ રન બનાવ્યા છે અને તે તેમની ટીમ માટે હાલ ટોપ સ્કોરર છે. તેણે અત્યાર સુધીમાં ર ફીફટી મારી છ. જેમાં ૭૦ રનની નોટઆઉટ ઇનિંગ્સ પણ સામેલ છે.