ખેલ-જગત
News of Saturday, 19th September 2020

યુએઇમાં આઇપીએલ ટુર્નામેન્‍ટમાં દિલ્‍હીની ટીમ ‘થેન્‍ક યુ કોવિડ વોરિયર્સ' લખેલી જર્સી પહેરશેઃ કોરોના યોધ્‍ધાઓના જુનુનને બિરદાવશે

નવી દિલ્હી: આઇપીએલની ટીમ દિલ્હી કેપિટલ્સએ કહ્યું કે તે યૂએઇમાં ટૂર્મામેન્ટ દરમિયાન જે જર્સી પહેરશે તેના પર 'થેક્યૂ કોવિડ વોરિયર્સ' લખ્યું હશે જે કોરોના વાયરસની મહામારી વચ્ચે કામ કરી રહેલા કોરોના યોદ્ધાઓના જૂનૂનને સલામ હશે. આઇપીએલની શરૂઆત આજે ચેન્નઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે પહેલી મેચથી થશે. 

દિલ્હી ટીમે એક નિવેદનમાં કહ્યું કે 'દિલ્હી કેપિટલ્સની સત્તાવાર મેચ જર્સી પર 'થેક્યૂ કોવિડ વોરિયર્સ' લખ્યું હશે આખી સીઝાન્માં ટીમ આ જર્સી પહેરશે. દિલ્હી કેપિટલ્સના સીનિયર ફાસ્ટ બોલર ઇશાંત શર્મા, સ્પિનર અમિત મિશ્રા અને સહાયક કોચ મોહમંદ કૈફએ વર્ચુઅલ મીટમાં કેટલાક કોરોના યોદ્ધાઓ સાથે વાત પણ કરી જેમાં ડોક્ટર અને પોલીસ અધિકારીઓ સામેલ હતા.

ઇશાંત શર્માએ પ્રેસ રિલીઝમાં કહ્યું કે 'તમામ સફાઇકર્મી, ડોક્ટર્સ, સુરક્ષાબળો, રક્તદાન કરનાર, સમાજસેવીઓ, ડોક્ટરો અને તેમના પરિવારોને આ મનવતાની સેવા માટે અમારી સલામ છે. અમિત મિશ્રાએ કહ્યું કે 'આ કોરોના યોદ્ધાઓનો ધન્યવાદ વ્યક્ત કરવા માટે શબ્દો પુરતા નથી. તમને બધાને અમારી સલામ. તમારા કામે પ્રેરિત કરતા રહીશું.

મોહમંદ કૈફએ કહ્યું કે 'જીંદગીની આ લડાઇમાં બીજાને પોતાની અલગ રાખવા માટે જૂનૂન અને નિસ્વાર્થ ભાવ હોવો જોઇએ. દુનિયાને સારી બનાવવા માટે હું તમને બધાને સલામ કરું છું.

(4:22 pm IST)