ખેલ-જગત
News of Saturday, 21st November 2020

ગાવસ્કર -બોર્ડર ટ્રોફીનું પરિણામ બોલરો નક્કી કરશે : ઝાહીર ખાન

ઇન્ડિયાના ભૂતપુર્વ બોલર ઝહીર ખાનનું માનવું છે. કે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી  સિરીઝ મોટા ભાગે બોલર્સના પ્રદર્શન પર આધાર રાખશે અને કઈ ટીમ વિરોધી ટીમને ઓછા સ્કોરમાં અટકાવી શકે છે એ જોવા જેવું રહેશે. આ સિરીઝમાં જસપ્રીત  બુમરાહ, મોહમ્મદ શમી, મિશેલ સ્ટાર્ક  અને પેટ કમિન્સ જેવા દિગ્ગજ બોલરો  એકબીજા સામે રમતા જોવા મળશે,

ઝહીર કહ્યું ક 'ઓસ્ટ્રેલિયાની  પિચમાં હંમેશાં સારો બાઉન્સ અને પેસ હોય છે એથી મને લાગે છે કે વન-ડે,  ટીર૦ અને ટેસ્ટ મેચમાં એક યુનિટ તરીકે  બોલર્સનું પ્રદર્શન વધારે નિર્ણાયક રહી  શકશે. પોતાની બોલિંગ વડે તેઓ વિરોધી  ટીમને કેટલા ઓછા રનમાં અટકાવી શકે  છે એ જોવા જેવું રહેશે.

(3:23 pm IST)