ખેલ-જગત
News of Saturday, 21st November 2020

જો ધોનીના વાળ લાંબા હોત તો હું તેની સામે જોત પણ નહીઃ સાક્ષી

નવી દિલ્હીઃ કહેવાય છે કે પુરૂષ બહારની દુનિયામાં ગમે એટલો સફળ હોય, પણ ઘરમાં માત્ર તેની પત્નિનું જ ચાલતું હોય. ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીને પણ આ વાત કયાંક અનુરૂપ થતી હોય એવો એક રોચક કિસ્સો ખુદ તેની પત્નિ સાક્ષીએ જણાવ્યો હતો.

સાક્ષીએ કહ્યું કે જો ધોનીના વાળ લાંબા હોત તો કદાચ હું તેની સામે જોત પણ નહીં. એક સમય હતો જયારે ૨૦૦૪માં ધોનીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો ત્યારે તેના વાળ લાંબા હતા અને તેની હેરસ્ટાઇલના અનેક લોકો દીવાના હતા. ખુદ એ વખતના પાકિસ્તાનના રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે પણ તેની એ હેરસ્ટાઇલનાં વખાણ કર્યા હતાં.

(3:23 pm IST)