ખેલ-જગત
News of Thursday, 21st January 2021

ભારતીય સ્ટાર બેડમિન્ટન ખેલાડી સમીર વર્માનો ક્વાટર ફાઈનલમાં શાનદાર પ્રવેશ

થાઇલેન્ડ ઓપનમાં ડેનમાર્કના બેડમિંટન ખેલાડી રાસમસ ગેમ્કે ને હરાવ્યો

નવી દિલ્હી :ભારતીય સ્ટાર બેડમિંટન ખેલાડી સમીર વર્માએ થાઇલેન્ડ ઓપનના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. સમીરે, ડેનમાર્કના બેડમિંટન ખેલાડી રાસમસ ગેમ્કે ને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

 26 વર્ષીય સમીરએ ગેમ્કે સામે ખુબજ નિયંત્રણ થી રમત રમી હતી. 39 મિનિટ સુધી ચાલેલી મેચમાં 21-2, 21-9 થી તેણે જીત મેળવી હતી.

અગાઉ ભારતીય બેડમિંટન ખેલાડી બી સાઈ પ્રણીતને કોરોના ચેપ લાગવાના કારણે થાઇલેન્ડ ઓપનમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. બેડમિંટન વર્લ્ડ ફેડરેશન (બીડબ્લ્યુએફ) એ કહ્યું કે, સોમવારે પ્રણીત નો કોવિડ -19 ટેસ્ટ પોઝીટીવ આવ્યો, જેના પછી તે ઓછામાં ઓછા 10 દિવસ સુધી હોસ્પિટલમાં રહેશે.

બીડબ્લ્યુએફએ એક સત્તાવાર નિવેદનમાં કહ્યું, "બેડમિંટન વર્લ્ડ ફેડરેશનની પુષ્ટિ છે કે, ભારત ના ખેલાડી સાઈ પ્રણીત ની કોવિડ -19 ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે, જેના પછી તેને થાઇલેન્ડ ઓપનમાંથી બહાર કરી દેવામાં આવ્યો

(1:52 pm IST)