ખેલ-જગત
News of Saturday, 21st November 2020

ત્રીજી વખત પપ્પા બન્યો ડિવિલિયર્સ

સાઉથ આફ્રિકાના દિગ્ગજ પ્લેયર એબી ડિવિલિયર્સના ઘરે ત્રીજા સંતાન તરીકે પુત્રીનો જન્મ થયો છે. ડિવિલયર્સની પત્નિ ડેનિયલે ગયા અઠવાડિયે ૧૧ નવેમ્બરે દીકરીને જન્મ આપ્યો હતો જેની જાણકારી ડિવિલિયર્સે તાજેતરમાં સોશ્યલ મીડિયામાં પોતાના ચાહકો સાથે શેર કરી હતી. ચાહકો સાથે પોતાનો રાજીપો વ્યકત કરતાં ડિવિલિયર્સે કહ્યું કે 'અમે અમારી દુનિયામાં એક સુંદર બેબી-ગર્લનું સ્વાગત કરીએ છીએ. દીકરીનું નામ યેન્તે ડિવિલિયર્સ છે. દિકરી, તું અમારા પરિવાર માટે આર્શીવાદરૂપ છે અને તને મેળવીને અમે આભારી થયાં છીએ.

(3:24 pm IST)