News of Monday, 23rd November 2020
મહેમાન ટીમ માટે વન-ડે સિરીઝ સરળ નહી રહે : પેઇન
નવી દિલ્હી : ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વન-ડે મેચની સિરીઝ ર૭ નવેમ્બરથી શરૂ થવાની છે. એવામાં ઓસ્ટ્રેલિયા ટેસ્ટ ક્રિકેટ ટીમના કપ્તાન ટીમ પેઇને દાવો કર્યો છે કે મહેમાન ટીમ માટે આ વન-ડે સિરીઝ સરળ નહીં રહે. ટીમ પેઇન ઓસ્ટ્રેલિયાની વન-ડે ક્રિકેટ ટીમનો હિસ્સો નથી.
વાસ્તવમાં સોની સ્પોર્ટ્સ નેટવર્ક દ્વારા રિલીઝ કરવામાં આવેલા એક ટીઝરમાં ટીમ પેઇન ભારતીય પ્રશંસકોને પોતાની ટીમનું સમર્થન કરવા વિશે પૂછી રહ્યો છે. ટીમ પેઇન કહે છે કે, 'હેલો ઇન્ડિયા, શું તમે આ વર્ષની સૌથી મોટી ક્રિકેટ સિરીઝ માટે તૈયાર છો ? ભારતીય ખેલાડીઓ માટે આ મેદાન પર ઘણું અઘરૃં સાબિત થવાનું છે.'
(3:38 pm IST)