ખેલ-જગત
News of Friday, 25th September 2020

IPLમાં સૌથી ઝડપી 2,000 રન બનાવનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો કેએલ રાહુલ

સચિને 63 ઇનિગ્સમાં ફટકારેલા 2000 રન રાહુલે 60 ઇનિંગ્સમાં બનાવ્યા

મુંબઈ : આઈપીએલ 2020ની છઠ્ઠી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને કિંગ્સ ઇલેવન પંજાબની વચ્ચે દુબઈમાં રમાઈ હતી.આ મેચમાં પંજાબની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મેચમાં પંજાબના કેપ્ટન કેએલ રાહુલે બે રન બનાવતાં જ આઈપીએલમાં સૌથી ઝડપી 2000 રન બનાવનાર ભારતીય બેટ્સમેન બની ગાય. રાહુલે આઈપીએલની 60મી ઇનિંગમાં આ કારનામું કર્યું.છે

  આઈપીએલમાં સૌથી ઝડપી 2000 રન બનાવાવનો રેકોર્ડ ક્રિસ ગેલના નામે છે. ગેલે માત્ર 48 ઇનિંગમાં જ આ કારનામું કર્યું હતું. આ યાદીમાં બીજા નંબર પર કિંગ્સ ઇલેવન પંજાબ માટે રમી ચૂકેલ શોન માર્શનો છે. આ ઓસ્ટ્રેલિયન ખેલાડીએ 52 ઇનિંગમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. જ્યારે હવે રાહુલ આઈપીએલમાં સૌથી ઝડપી 2000 રન બનાવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે.
આ પહેલા આઈપીએલમાં સૌથી ઝડપી 2000 રન બનાવવાનો રેકોર્ડ ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરના નામે હતો. સચિને 63 ઇનિંગમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. હવે રાહુલે 60 ઇનિંગમાં 2000 રન બનાવીને સિચનને પાછળ છોડી દીધો છે.

(12:30 pm IST)