ખેલ-જગત
News of Friday, 25th September 2020

દિલ્હીની ટીમમાં અશ્વિન-ઇશાંત જોડાશે કે કેમ :કૈફે કહ્યુ નિરીક્ષણ હેઠળ છે બંને પ્લેયર

અશ્વિન તાલીમી અભ્યાસ કરશે તે પછી તેના રમવા વિશે નિર્ણય કરાશે અમિત મિશ્રાનો વિકલ્પ મોજુદ

નવી દિલ્હી : દિલ્હી કેપીટલ્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે  ભારતીય ટી-20 લીગની મેચ રમાનારી છે. આ મેચને લઇને દિલ્હી કેપીટલ્સને, તેના સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને ઝડપી બોલર ઇશાંત શર્માને, લઇને ચિંતા સતાવી રહી છે. મેચમાં આ બંને ખેલાડીઓ, મેદાનમાં ઉતરી શકશે કે નહી, તે અંગે હજુ પણ અનિશ્વીતતા વર્તાઇ રહી છે. ટીમ આ બાબતો નિર્ણય પણ પ્રેકટીશ સેશન બાદ લેશે.

 ટીમના સહાયક કોચ મોહમ્મદ કૈફે, આ વાત દર્શાવી હતી. ઇશાંત શર્માને કિંગ્સ ઇલેવન પંજાબ વિરુદ્ધ, મેચ રમતા અગાઉ જ ઇજા પહોંચી હતી. આર અશ્વિન મેચ દરમ્યાન જ ઘાયલ થયો હતો. કૈફે ઓનલાઇન કોન્ફરન્સ દરમ્યાન કહ્યુ હતુ કે, અશ્વિન તાલીમી અભ્યાસ કરશે, તે પછી અમે તેના રમવા વિશે નિર્ણય કરીશુ કે તે મેદાનમાં ઉતરશે કે કેમ. અમે જોઇએ છેકે તાલીમ સત્ર કેવુ રહે છે.

તેમણે એમ પણ કહ્યુ કે, તેની પર ખુબ બારીકાઇ થી નજર દાખવી રહ્યા છીએ. પરંતુ શુક્રવારે મેચ માટે તે ફીટ નથી રહેતા તો તેનો અમારે માટે અમિત મિશ્રા નો વિકલ્પ છે. જે ખુબ અનુભવી પણ છે અને ટી-20 લીગમાં સારુ પ્રદર્શન પણ કરતો આવ્યો છે. એટલે અમારે માટે એ વાત સારી છે કે અમારી પાસે સારો વિકલ્પ છે.

 

કૈફે એપણ કહ્યુ કે, ઇશાંત ને દૌડાવી રહ્યા છીએ અને તે અત્યારે હાલમાં નિરીક્ષણ હેઠળ છે. 39 વર્ષીય કૈફે કહ્યુ કે અમારી ટીમના ફીઝીયો પૈટ્રીક ફરહાર્ટ તેમનુ નિરિક્ષણ કરી રહ્યા છે. અમે તેમની પર અભ્યાસ કરીને પછી નિર્ણય લઇશુ.

ભારતીય ટી-20 લીગમાં શુક્રવારે ચેન્નાઇ સુપર કિંગ્સ નો સામનો દુબઇ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડીમયમમાં દિલ્હી કેપીટલ્સની સામે થશે. બંને ટીમોએ પોત પોતાની પ્રથમ મેચ વિજેતા છે. જોકે ચેન્નાઇ તેની બીજી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે હારી ચુક્યુ હતુ.

(12:50 pm IST)