ખેલ-જગત
News of Monday, 26th October 2020

રાજસ્થાનના 29 મેડલ વિજેતાઓને મળશે સરકારી નોકરી

નવી દિલ્હી: રાજસ્થાન સરકાર 'આઉટ ઓફ ટર્ન' ધોરણે રાજ્યના 29 રમત-ગમતના પદક વિજેતાઓની નિમણૂક કરશે અને રાજ્યના ખેલાડીઓને હવે દૈનિક ભથ્થા પણ બમણા મળશે. મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે સંદર્ભેની દરખાસ્તોને મંજૂરી આપી દીધી છે. દરખાસ્ત મુજબ રાજસ્થાન પોલીસ સેવા, રાજસ્થાન આબકારી સેવા, રાજસ્થાન વન સેવા, રાજસ્થાન શિક્ષણ વિભાગ અને તકનીકી ઇજનેરી સેવામાં વર્ગ 'એ' ના 11 ખેલાડીઓની નિમણૂક કરવામાં આવશે. તેમાંથી ખેલાડીઓની નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિમણૂક કરવામાં આવશે અને પાંચ ખેલાડીઓ સહાયક વન રક્ષક તરીકે નિયુક્તિ કરવામાં આવશે.

(6:24 pm IST)