ખેલ-જગત
News of Tuesday, 27th October 2020

હાર્દિકનું બ્લેક લાઇવ્સ મેટર મૂવમેન્ટને સમર્થન

દુબઈઃ રવિવારે ૨૦ બોલમાં હાફ સેન્ચુરી ફટકાર્યા બાદ મુંબઈ ઇન્ડિયન્સના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ઘૂંટણ ટેકવીને જમણો હાથ ઊંચો કરીને 'બ્લેક લાઇવ્સ મેટર' મૂવમેન્ટને સમર્થન આપ્યું હતું. આઇપીએલની આ સીઝનમાં આવું કરનાર તે પ્રથમ ખેલાડી બન્યો હતો. મુંબઈના કેપ્ટન કિરોન પોલાર્ડ પણ ડગઆઉટમાં જમણો હાથ ઊંચો કરીને હાર્દિકને સમર્થન આપ્યું હતું. હાર્દિકે મેચ બાદ તેનો આ ફોટો ટ્વીટ કરીને કેપ્શન આપી હતી, 'બ્લેક લાઇવ્સ મેટર.'

 આ વર્ષની શરૂઆતમાં અમેરિકાના જયોજ ફ્લોઇડના મૃત્યુ બાદ દુનિયાભરમાં રંગભેદના વિરોધમાં આ બ્લેક લાઇવ મેટર મૂવમેન્ટ શરૂ થઈ છે. ઘણા ક્રિકેટરોએ એનું સમર્થન કર્યું છે. ડેરેન સેમીએ ૨૦૧૩ અને ૨૦૧૪ની આઇપીએલમાં રંગભેદનો આરોપ લગાવ્યો હતો.

(4:46 pm IST)