Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

આજના શુભ દિવસે - 890

ઇચ્છારહિત થવું એ ખૂબ મુશ્કેલ કામ છે. ઇચ્છા વિનાનું કરવું એ તો વળી અતિવિકટ કામ છે. 'મનને પગ હોત તો ઘણુ સારૂ થાત- કયારેક તો ભટકી ભટકીને થાકીને અટકી જાત...!-વિપીન પરીખ'

(11:36 am IST)
  • કોરોના એ સરકારનું ષડયંત્ર છે : મુસ્લિમોની વધી રહેલી જનસંખ્યા મહા વિનાશ સર્જશે : હિંદુઓ પાંચથી છ બાળકો પેદા કરે : મથુરાના ડાસના દેવી મંદિરના મહંત સ્વામી યતિ નરસિંહાનંદ સરસ્વતીનું વિવાદિત નિવેદન access_time 7:58 pm IST

  • અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (USFDA) એ ભારતની કોવેકસીન રસી લોન્ચ કરવામાં વિલંબ કરતાં કોવેકસીન રસીના અમેરિકામાં ઇમરજન્સી યુઝ ઓથોરાઇઝેશન ની ભારત બાયોટેકની દરખાસ્તને નકારી કાઢી છે. ભારત બાયોટેકના યુએસ પાર્ટનર ઓક્યુજને ગુરુવારે કહ્યું હતું કે કંપની હવે કોવેક્સિનની સંપૂર્ણ મંજૂરી માંગશે. USFDA દ્વારા કંપનીને વધારાની ટ્રાયલ શરૂ કરવા કહેતા, આના પરિણામેં હવે કંપની બાયોલોજીક્સ લાઇસન્સ એપ્લિકેશન (BLA) માટે ફાઇલ કરી શકશે, જેને અમેરિકામાં સંપૂર્ણ મંજૂરી ગણાય છે. access_time 11:58 am IST

  • ઈન્સ્ટીટ્યૂટ ઓફ કિડની ડિસીસ એન્ડ રિસર્ચ સેન્ટર, (IKDRC)અમદાવાદએ નવા ચાર ડાયાલિસિસ કેન્દ્રનો શુભારંભ કર્યો છે. ગાંધીનગર જિલ્લામાં કલોલ, માણસામાં, જામનગરમાં જામજોધપુરમાં અને મોરબીમાં વાંકાનેરમાં ડાયાલિસિસ કેન્દ્ર શરુ કરવામાં આવ્યા છે. આ કેન્દ્ર આરઓ પ્લાન્ટ સુવિધા સાથે 21 અત્યાધુનિક મશીનથી સજ્જ છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ હેઠળ ગુજરાતના ઈએસઆરડી દર્દીઓને નિશુલ્ક ડાયાલિસિસ પ્રદાન કરવામાં આવે છે. ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ (જીડીપી) ભારતમાં સૌથી મોટું નેટવર્ક ધરાવે છે. જેમાં 51 કેન્દ્ર ચાલે છે. જે 500 ડાયાલિસિસ મશીનથી સજ્જ છે. અહીં વર્ષમાં 3 લાખથી વધુ ડાયાલિસિસ કરે છે. access_time 9:33 am IST