Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

ક્રિમીનલ બાર એસો.ના પ્રમુખ તુષાર બસલાણીનો જન્મદિવસ

રાજકોટ : ક્રિમિનલ બાર એસોસિએશન રાજકોટનાં પ્રમુખ તુષાર કે. બસલાણી એડવોકેટ નો આજે જન્મદિવસ છે તેઓ છેલ્લાં ૨૨ વર્ષથી વકીલાતનાં વ્યવસાય સાથે  સંકળાયેલ તેમજ  ઘણાં વર્ષો થી તેઓ માસ ફાયનાન્સનાં લીગલ એડવાઈઝર તરીકે સેવા આપે છે તેમજ  તેઓ ૭ થી ૮ ટર્મ માટે ક્રિમિનલ બાર એસોસિએશન રાજકોટનાં પ્રમુખ રહી ચુક્યા છે. તુષારભાઈ  સામાજિક સંગઠનો ઉપરાંત યુનિટી ઓફ લોયર્સ ગૃપમાં પણ અગ્રણી તરીકેની ફરજ બજાવતાં હોય જુનિયર સિનિયર વકીલોમાં ખુબ જ લોકપ્રિય છે, જેથી તેમના જન્મદિવસ નિમિતે તેમના મો.૯૮૨૪૨ ૯૬૬૯૦ ઉપર જન્મદિવસની શુભકામના મળી રહી છે.

(3:20 pm IST)