Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

મિટ્ટી કા બના હું, મહકતા રહુંગા, તુમ બરસતે રહો...

વિકાસ, ઉજાસ અને ઉલ્લાસના અનેરા આદમી નીતિન ઢાંકેચાનો જન્મદિન

રાજકોટ : વિકાસ, ઉજાસ અને ઉલ્લાસના અનેરા આદમી તરીકે જાણીતા સહકારી અગ્રણી શ્રી નીતિન ઢાંકેચાનો જન્મ તા. ૧૬ જુલાઇ ૧૯૭૦ના દિવસે થયેલ. આજે જાજરમાન જીવનના બાવનમાં વર્ષની ડોરબેલ વગાડી છે.

મૂળ સરધાર નિવાસી અને હાલ રાજકોટવાસી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ શ્રી નીતિન ઢાંકેચા અન્યથી અનોખા વ્યકિત છે. રાજકોટ - લોધિકા સહકારી સંઘમાં તેમણે બે દાયકા અવિરત પ્રગતિશીલ નેતૃત્વ પુરૃં પાડેલ. સરધારની સુપ્રસિધ્ધ સ્વામિનારાયણ હોસ્પિટલના ટ્રસ્ટી છે. કોરોના કાળમાં દર્દીઓ માટેની તેમની કામગીરી પ્રશંસનીય રહી છે. ભૂતકાળમાં માર્કેટયાર્ડ અને રાજકોટ જિલ્લા પંચાયતના સભ્ય રહી ચૂકયા છે. જાહેર જીવનમાં તેમણે પડકારો સાથે પ્રિત કરી છે. જો જીવન કી ધૂલ ચાટકર બડા હુઆ હૈ, તૂફાનો સે લડા ઔર ફીર ખડા હુઆ હૈ... મલકાતો ચહેરો અને છલકાતો આત્મવિશ્વાસ તેમની વિશેષતા છે. મજબૂતી એવી ઠસોઠસ, ટકે વરસો વરસ...

મો. ૯૪૨૬૯ ૧૧૧૦૧ અને ૯૯૭૮૯ ૧૧૧૦૧ રાજકોટ.

(10:14 am IST)