Gujarati News

Gujarati News

News of Monday, 7th June 2021

યુવા સેના ટ્રસ્ટના પ્રમુખ પ્રદ્યુમનસિંહ ઝાલાનો કાલે જન્મદિન : સેવામય ઉજવણી કરાશે

રાજકોટ તા. ૭ : મુળ રાજકોટ જિલ્લા ઘીયાવડ ગામે જન્મેલા અને રાજકોટને કર્મભુમિ બનાવનાર યુવા સેના ટ્રસ્ટના સ્થાપક પ્રમુખ પ્રદ્યુમનસિંહ ઝાલાનો કાલે તા. ૮ ના જન્મ દિવસ છે. સેવા એજ ધર્મના સિધ્ધાંતને વરેલા પ્રદ્યુમનસિંહ દ્વારા કોઇ પાર્ટી કે જન્સાના કાર્યક્રમો યોજવાને બદલે સાદગીપૂર્ણ સેવામય રીતે જન્મદિવસ ઉજવવા નિર્ણય લેવાયો છે. કોરોના મહામારી સામે અવિરામ યુધ્ધ કરી રહેલ વિવિધ સંસ્થાના પ્રતિનિધિ અને તબીબી સ્ટાફને પ્રતિકાત્મક ચિન્હ આપી જરૂરતમંદ પરિવારોને અન્નસહાય કીટ, સાડી વિતરણ, અન્નપૂર્ણા રથમાં મિષ્ટ ભોજન, જનાના હોસ્પિટલમાં પ્રસુતા બહેનોને શુધ્ધ ઘી નો શીરો, બાળકોને બીસ્કીટ ચોકલેટ વિતરણ, ગૌસેવા, સ્લમ વિસ્તારોમાં બાળકોને નાસ્તો જેવી પ્રવૃત્તિઓ સાથે જન્મદિવસ ઉજવવા પ્રદ્યુમનસિંહ ઝાલાએ સંકલ્પ કર્યો છે. તેમના મો.૯૯૧૩૩ ૧૦૧૦૦ છે.

(2:50 pm IST)