Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

ગુજરાત પ્રદેશ યુવા ભાજપ મંત્રી જય શાહનો જન્‍મ દિવસ

રાજકોટઃ તા.૨૯ : સૌરાષ્‍ટ્ર ના જૈન યુવા અગ્રણી પ્રદેશ યુવા ભાજપ મંત્રી અને ચોટીલા ના વતની જય શાહ નો આજે ૨૯મી નવેમ્‍બરના રોજ ૨૯ મો જન્‍મ દિવસ છે. જયભાઇ શાહ વિવિધ સામાજીક અને રાજકીય પ્રવળત્તિઓ માં હંમેશા અગ્રેસર છે. ફક્‍ત ૯ વર્ષની ઉંમર થી જ રાષ્‍ટ્રિય સ્‍વયમ સેવક સંઘ સાથે જોડાયા બાદ પ્રબળ રાષ્‍ટ્રવાદની ભાવના થી ભારતીય જનતા પાર્ટીમાં ખુબ જ નાની વયે જોડાયા અને એક સામાન્‍ય કાર્યકર્તા થી શરૂ કરીને પ્રદેશના મંત્રી તરીકે સાથે બોટાદ જીલ્લા યુવા ભાજપના પ્રભારી તરીકે વિષેશ જવાબદારી નિભાવી રહ્યા છે. ચોટીલા પાંજરાપોળ ના ટ્રસ્‍ટી અને ચોટીલા ની સાર્વજનિક હોસ્‍પિટલના ટ્રસ્‍ટી તરીકે પણ તેઓ સેવા આપી રહ્યા છે.

 જય શાહ ના જન્‍મ દિવસ પ્રસંગે  તેઓને રાજકીય અગ્રણીઓ, સંતો મહંતો,વિવિધ સામાજીક સંગઠનો અને કાર્યકર્તાઓ સહિત તેમનું બહોળા મિત્ર વર્તુળ દ્વારા (મો.  ૯૪૨૭૬ ૬૭૬૩૯) શુભેચ્‍છા નો ધોધ વરસાવી રહ્યાં છે.

(1:10 pm IST)