Gujarati News

Gujarati News

News of Tuesday, 11th January 2022

‘સાત પગલા આકાશમાં...’ના સર્જક અને સાહિત્યકાર મકરંદ દવેના પત્નિ કુંદનિકા કાપડીયાનો જન્મ દિવસ

રાજકોટ, તા. ૧૧ : લીંબડીના સાહિત્યકાર કુંદનિકા કાપડીયાનો આજે જન્મ દિવસ છે. તેમના પતિ મકરંદભાઈ દવે પણ મહાન સાહિત્યકાર હતા.
કુંદનિકા કાપડીયાઍ કૃતિ ‘સાત પગલા આકાશમાં’ ખૂબજ લોકપ્રિય થઈ હતી. વાર્તા, નવલિકા, નવલકથા અને નિબંધોનું સર્જન કર્યુ હતું. તેમને ધનજી કાનજી સુવર્ણચંદ્રક અને સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનીત કરાયા હતા. વલસાડ ખાતે તેઅોઍ નંદીગ્રામ આશ્રમની સ્થાપના કરી છે. તેમ ‘અકિલા’ના ફેસબુક લાઈવના શ્રોતા જારૂભાઈ બી. ખાચરે જણાવ્યુ છે.
સમાજસેવક, નિબંધકાર, અનુવાદક અને ગુજરાતી નવલકથાકાર કુંદનિકા કાપડિયાનો જન્મ તા. ૧૧-૧-૧૯૨૭માં લીંબડીમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ ગોધરામાં, ૧૯૪૨માં ભારત છોડો આંદોલનમાં સક્રિય ભાગ લીધો હતો. બી.ઍ. ભાવનગરથી ઈતિહાસ અને રાજયશાસ્ત્ર સાથે કર્યુ. ઍમ.ઍ. માટે મુંબઈ સ્કૂલ અોફ ઈકોનોમિકસમાં પ્રયાસ કર્યો પણ પરીક્ષા આપી નહોતી. ૧૯૬૮માં કવિ મકરંદ દવે સાથે લગ્ન કર્યા હતા.
તેઅોની નોîધપાત્ર કૃતિઅોમાં-પરોઢ થતા પહેલા, અગ્નિ પિપાસા, નારીવાદને પ્રોત્સાહક સૌથી લોકપ્રિય અને પ્રસિદ્ધ સાત પગલા આકાશમાં, વાર્તા સંગ્રહ પ્રેમના આંસુ, કાગળની હોડી, જાવા દેશુ તમને, મનુષ્ય થવું, દ્વાર અને દીવાલ, આક્રંદ અને આક્રોશ, ઝરૂખે દીવા વગેરે છે. પરમ સમીપે તેમનો લોકપ્રિય પ્રાર્થના સંગ્રહ છે. તેમનું અવસાન ૩૦-૪-૨૦૨૦માં થયું હતું.

 

(3:28 pm IST)