Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

મનીષ રાડિયા માટે ઘેરાયુ લાગણીનું આકાશ, જન્મદિનની શુભેચ્છાનું ચોમાસુ છલકે ચોપાસ

સૂરજ કબ દૂર ગગન સે, ચંદા કબ દૂર કિરન સે, ખુશ્બુ કબ દૂર પવન સે, રાડિયા કબ દૂર જનતા સે,યે બંધન તો ભાજપા કા બંધન હૈ,સ્નેહ કા સંગમ હૈ નયનને ખૂલ્લા રાખીને જનતાઍ જયારે તમને જાયા છે, તમે છો ઍના કરતા પણ વધારે (સક્રીય) તમને જાયા છે

ન મુંહ છૂપા કે જી ઔર ન સર ઝૂકા કે જીઅો, ગમો કા દોર ભી આયે તો મુસ્કુરા કે જી... હમરાજ ફિલ્મના આ મશહૂર ગીત જેવી ખૂમારી જાહેર જીવનના કેટલાક લોકોમાં હોય છે. જેમાં રઘુવંશી રત્ન અને નીવડેલા નગરસેવક શ્રી મનીષ રાડિયાનું નામ મોખરે છે. તે વોર્ડ નં. ર-માંથી બીજી વખત કોર્પોરેટર તરીકે ચૂંટાયા છે. ભૂતકાળમાં આરોગ્ય સમિતિ અને બાંધકામ સમિતિના ચેરમેન તરીકે રહી ચૂકયા છે. હાલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમીટીના સભ્ય છે. આરોગ્ય ક્ષેત્રે તેમની કામગીરી તંદુરસ્તરહેલ અને બાંધકામ ક્ષેત્રે તેમની કામગીરી મજબૂત રહેલ. કામ કરવાની આવડત ઍવી ઠસોઠસ, ટકે વરસોવરસ.

મનીષ રાડિયા માટે આજના સૂરજે વિશેષ યાદગાર દિવસ ઉગાડયો છે. તેમનો જન્મ ૧૯૬૪ ના વર્ષની ૯ ગસ્ટે થયેલ. આજે તેમના યશસ્વી જીવનના પ૯માં વર્ષનો પ્રથમ દિવસ છે. આજે જન્મદિનની શુભેચ્છાઍ તેમને સતત પલળતા રાખ્યા છે. તેમના માટે ઘેરાયુ લાગણીનું આકાશ, જન્મદિનની શુભેચ્છાનું ચોમાસુ છલકે ચોપાસ.

ફટાફટ નિર્ણય અને ધડાધડ કામ તેમની આગવી અોળખ છે. આયુર્વેદરત્નની પદવી ધરાવે છે. મતક્ષેત્રમાં તેમનો જનસંપર્ક ઉદાહરણરૂપ છે. હર ઘર સંપર્ક, ઘર ઘર આદર... તેઓ ઇશ્વર પ્રત્યે અતૂટ શ્રધ્ધા ધરાવવાની સાથે માને છે કે પ્રાર્થના ઇશ્વરનો મોબાઇલ છે. ડાયલ કરતા રહો, કયારેક જરૂર ફોન ઉપડી જશે. રાજકારણના રીંગ ટોન બરાબર જાણે છે. કોની બેટરી ફુલચાર્જ છે  અને કોની બેટરી ડીસ્ચાર્જ છે તેની પરવા કર્યા વિના હંમેશા પાર્ટીના ‘કવરેજ’ ઍરિયામાં રહે છે. આઉટ ગોઇંગ અને ઇનકમિંગની આકર્ષક ઓફરો ઉવેખીને કાયમ પોતાનો ‘કેસરિયો’ પ્લાન જાળવી રાખ્યો છે. ઍટલે જ વેલીડીટી અવિરત રહી છે. તેમનો અભિગમ છે કે અચ્છે લોકો કી તલાસ મત કરો, સ્વયં અચ્છા બન જાઓ, શાયદ આપશે મિલકર કિસી કી તલાસ પૂરી હો જાઍગી...  મો. ૯૮ર૪પ ૮૧૯૯૯ રાજકોટ

(2:30 pm IST)