Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

એડવોકેટ ધવલ દેવડાનો જન્‍મદિવસ

રાજકોટઃ યુવા એડવોકેટશ્રી ધવલ એમ. દેવડાનો આજે જન્‍મદિવસ છે. તા.૧૦/૮/૧૯૯૨ના રોજ જન્‍મેલા ધવલભાઈ બી.કોમ, એલ.એલ.બી., એલ.એલ.એમ. (એચ.આર.)ના અભ્‍યાસ બાદ બેચલર ઓફ જર્નાલીઝમ એન્‍ડ માસ કોમ્‍યુનીકેશનનો અભ્‍યાસ કરેલ છે. તેઓ હાલ શ્રી ધરતી કો.ઓપ.બેંક લી.,  શ્રી રાજકોટ ડીસ્‍ટ્રીકટ કો.ઓપ. બેંક લી., શ્રી રાજકોટ નાગરીક સહકારી બેંક લી, ધી કો- ઓપ. બેંક ઓફ રાજકોટલી (રાજબેંક), રાજકોટ મ્‍યુનીસીપલ કોર્પોરેશન (આર.એમ.સી.) અને ગુજરાત ગ્રામગૃહ નિર્માણ બોર્ડ (જી.એચ.બી.)મા પેનલ એડવોકેટ અને લીગલ એડવાઈઝર તરીકે ભુમીકા ભજવી રહ્યા છે. તેઓની રેવન્‍યુ તથા સિવીલ ક્ષેત્રની વકીલાતની સાથે સાથે સેવાકીય પ્રવૃતિઓ ગુજરાત સ્‍ટેટ લીગલ સર્વિસીસ એથોરીટી અમદાવાદ અને રાજકોટ ડીસ્‍ટ્રીકટ લીગલ સર્વીસીસ એથોરીટીમા, રાજકોટ મધ્‍યસ્‍થ જેલ, લોકમેળા- ૨૦૧૬, વિગેરેમાં બે વર્ષથી વધારે પેરાલીગલ વોલન્‍ટીઅર્સ તરીકેની તમામ સીનીયર એડવોકેટ મનીષ એચ. પંડયા, સંજયભાઈ એચ. પંડયા, તેમના જુનીયર એડવોકેટ મીત્રો, સગાસંબંધીઓ, સ્‍નેહીઓ, શુભેચ્‍છકો,  પ્રશાંત પબ્‍લીસીટી એન્‍ડ એડવર્ટાઈઝીંગ તરફથી મો.૮૫૩૦૦ ૦૩૫૫૩ ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.

(12:01 pm IST)