Gujarati News

Gujarati News

News of Friday, 12th August 2022

પંજાબ નેશનલ બેંક એમ્‍પ્‍લોઇઝ યુનિયનના જનરલ સેક્રેટરી ચંદ્રકાંત સૂચકનો આજે જન્‍મદિવસ

ફુલોની જેમ મહેકતુ રહે હંમેશા જીવન તમારૂ : ખુશીઓ તમારા કદમ ચુમે : ઘણો બધો પ્રેમ અને શુભેચ્‍છા - આશિર્વાદ મળે સૌના

રાજકોટ : જેમના લોહીમાં કર્મચારી વર્ગની સેવા કરવાની ભાવના દોડી રહી છે એવા પંજાબ નેશનલ બેંક એમ્‍પ્‍લોઇઝ યુનિયનના જનરલ સેક્રેટરી ચંદ્રકાંત સૂચકનો આજે જન્‍મદિવસ છે.

ગુજરાત બેંક વર્કર્સ યુનિયનમાં વર્ષોથી જોઇન્‍ટ સેક્રેટરી તરીકે ફરજ બજાવતા ચંદ્રકાંત સૂચક પોતાની બેંકના કર્મચારીઓના હીતોના રક્ષણ માટે વર્ષોથી લડત ચલાવી ધાર્યા પરિણામો મેળવી રહ્યા છે. કોઇ કર્મચારીને અન્‍યાય ન થાય અને કોઇ કર્મચારી મેનેજમેન્‍ટની દાદાગીરીનો ભોગ ન બને એ માટે સતત જાગૃત રહેતા ચંદ્રકાંત સૂચક માત્ર સૌરાષ્‍ટ્ર જ નહિ પણ સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે રહેતા આ બેંકના કર્મચારીઓમાં લોકપ્રિય નેતા તરીકે છાપ ઉભી કરી શક્‍યા છે. નસે નસમાં નિષ્‍ઠા-પ્રમાણિકતા અને લડાયક વૃત્તિ જેવું વ્‍યકિતત્‍વ ધરાવતા સૂચકભાઇ પોતાના મળતાવળા અને હસમુખા સ્‍વભાવને કારણે બ્‍હોળો મિત્ર વર્ગ પણ ધરાવે છે. કાયદા કાનુનના ઉંડા અભ્‍યાસી હોવાથી મેનેજમેન્‍ટ સામે ટક્કર કઇ રીતે લેવી એ તેઓ જાણતા હોવાથી તેમના નેતૃત્‍વમાં તેમનું યુનિયન પણ વિસ્‍તરી રહ્યું છે.

તેઓ પંજાબ બેંક ફેડરેશનના સેન્‍ટ્રલ કમિટિ ચેમ્‍બર છે એટલું જ નહિ રાજકોટ બેંક વર્કર્સ સોસાયટીનું પ્રમુખપદ પણ શોભાવી ચુકયા છે. બેંક યુનિયન પ્રવૃત્તિની સાથોસાથ તેમની પાસે અજોડ કહી શકાય તેવું ચલણી નોટોનું કલેકશન પણ ધરાવે છે. ચલણી નોટ કલેકશનનો ગાંડો શોખ ધરાવતા ચંદ્રકાંતભાઇ આ કલેકશનને જીવથી પણ વધુ ચાહે છે. આ અમૂલ્‍ય ખજાનો નિહાળવા જેવો છે. બહુમુખી પ્રતિભા ધરાવતા ચંદ્રકાંતભાઇને આજે જન્‍મ દિવસે મો. ૯૪૨૬૯ ૧૬૨૫૫ ઉપર અભિનંદનની વર્ષા પ્રાપ્‍ત થઇ રહી છે.

(10:41 am IST)