Gujarati News

Gujarati News

News of Saturday, 13th August 2022

સુત્રાપાડાના વરિષ્‍ઠ પત્રકાર રામસિંહ મોરીના પુત્ર સૌરવ મોરીનો જન્‍મદિવસ

સુત્રાપાડાના પત્રકાર અને જાહેર જીવનના મોભી રામસિંહ મોરી અને રશીલાબેનના આગણે આજે પુત્ર સૌરવના  જન્‍મદિવસનો રૂડો અવસર આવતા પરિવારમાં હર્ષની હેલી ઉમટી છે. બહેન કિરણબેન, જાગુબેન, જલ્‍પાબેન, આશાબેન, સંધ્‍યાબેન, ભાઇ યશવંતભાઇ, ક્રિપાલભાઇ, કુણાલભાઇ, વિપુલભાઇ, રોહીતભાઇ, તેમના દાદા દાદીનો લાડકો અને વડીલોના વ્‍હાલના દરિયામાં ધુબાકા મારતા સૌરવના જન્‍મદિવસે બર્થ ડે બોયના મનપસંદ આઇસ્‍ક્રીમ સાથે સ્‍નેહીજનો આનંદના હિલોળે ચડયા છે. સૌરવના જન્‍મદિવસે મોરી પરિવારના મો.૯૦૧૬૮ પર૪પર પર શુભેચ્‍છાઓનો ધોધ વહી રહયો છે.

(11:42 am IST)