Gujarati News

Gujarati News

News of Tuesday, 16th August 2022

સહયોગ ફાઉન્‍ડેશનના પ્રમુખ વિરાભાઇ હુંબલનો જન્‍મ દિવસ : ૪૧ માં પ્રવેશ

રાજકોટ તા. ૧૬ : જય મુરલીધરફાર્મ ઘંટેશ્વરવાળા સામાજીક, સેવાકીય, ધાર્મિક, શૈક્ષણિક, મેડીકલ પ્રવૃત્તિમાં હંમેશા મોખરે રહેતા સહયોગ ફાઉન્‍ડેશન ઘંટેશ્વરના પ્રમુખ વિરાભાઇ હુંબલનો આજે જન્‍મ દિવસ છે. સફળ જીવનના ૪૧ માં વર્ષમાં પ્રવેશી રહેલ યુવા આહીર અગ્રણી વિરાભાઇ બહોળુ મિત્ર વર્તુળ ધરાવે છે. ચેરીટી બીગીન્‍સ ફ્રોમ હોમ સુત્રને ચરિતાર્થ કરી પોતાનો જન્‍મ દિવસ દરીદ્રનારાયણને ભોજન કરાવી ઉજવણી કરશે. ઝુપડપટ્ટીના બાળકોને ભોજન કરાવી સાથે પર્યાવરણ માટે વૃક્ષારોપણ પણ કરશે. પર્યાવરણ પ્રેમી ગૌ ભકત વિરાભાઇને આજે જન્‍મ દિવસ નિમિતે મો.૯૮૭૯૫ ૯૫૬૨૪ ઉપર ઠેરઠેરથી શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

 

(11:19 am IST)