Gujarati News

Gujarati News

News of Wednesday, 17th August 2022

દ્વારકા ટુડેનાં યુવા પત્રકાર ઓમ થોભણીનો જન્મદિવસ

દ્વારકા : જય જય જય જય દ્વારકાધીશ અને જય જય જય જય ઠાકરનો નાદ ભગવાનશ્રી દ્વારકાધીશનાં ભકતજનો વચ્ચે ગુંજતો અને લોકપ્રિય કરનારા એવા દ્વારકા ટુડેનાં યુવા પત્રકાર અને દ્વારકા શહેર યુવા ભાજપનાં મીડિયા સેલનાં શ્રી ઓમ થોભણીનો આજે જન્મદિવસ છે.

ભગવાનશ્રી દ્વારકાધીશની ઘ્વાજારોહણનાં લાઈવ દર્શનનો લાભ દ્વારકા ટુડેના માધ્યમ થકી લાખ્ખો ભકતજનોને નિયમિત રીતે કરાવતા ઓમભાઈ  બહોળો ચાહકવર્ગ ધરાવે છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં લોકપ્રશ્નોેને સમયાંતરે વાચા પણ આપતા રહે છે. દેવભૂમિ દ્વારકા જીલ્લા ઉપરાંત જગતમંદિર ખાતે નિત્યક્રમ સેવા કરતા પૂજારીવર્ગ, દ્વારકાધીશનાં ભકતગણો,  પત્રકારો, આગેવાનો, કાર્યકર્તાઓ, અધિકારીઓ, પોલીસકર્મીઓ, સ્થાનિક વેપારી વર્તુળ, સંસ્થાઓ, તબીબી વર્ગ, વકીલમંડળ વગેરે દ્વારા અભિનંદન વર્ષા થઈ રહી છે. (શ્રી ઓમ થોભણી મો. ૯૧ ૭૪૯૦૦ ૭૨૦૦૪)

(1:03 pm IST)