Gujarati News

Gujarati News

News of Thursday, 18th August 2022

કાલે અધિક મુખ્‍ય ચૂંટણી અધિકારી આર.કે.પટેલ નો જન્‍મદિન

રાજકોટઃ કેન્‍દ્રીય ચૂંટણી પંચના ગુજરાત એકમમાં અધિક મુખ્‍ય ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી આર. કે. પટેલ (આઇ.એ.એસ. ર૦૦૯) નો જન્‍મ ૧૯૬૧ ના વર્ષની ૧૯ ઓગષ્‍ટે થયેલ. આજે જાજરમાન જીવનના ૬રમાં વર્ષના દ્વારે પહોંચ્‍યા છે. તેઓ મૂળ ગાંધીનગર પંથકના વતની છે. ભૂતકાળમાં રોજગાર અને તાલીમના અધિક નિયામક, અરવલ્લી જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક, દાહોદ જિલ્લા વિકાસ અધિકારી, રાજયમાં અધિક વિકાસ કમિશનર વગેરે પદ પર રહી ચૂકયા છે. મો. ૯૯૭૯૮ ૭૭૦૭પ ગાંધીનગર

(12:28 pm IST)