Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

મોરબી જિલ્લા ભાજપનાં પૂર્વ પ્રમુખ રાઘવજીભાઇ ગડારાનો જન્‍મદિવસ

મોરબી : મોરબી જીલ્લાના આમરણમાં ગામે આજથી ૬૮ વર્ષ પહેલાં જીવરાજભાઈ ગડારા નામના એક સામાન્‍ય ખેડુત પરિવારમાં જન્‍મેલા રાવઘવજીને આજે ૬૯ મુ બેસે છે.

બચપણ આમરણમાં વિતાવ્‍યા બાદ ખુબ મહેનત કરી ખુબ આગળ નીકળવાના સંકલ્‍પ સાથે મોરબીને પોતાની કર્મભુમિ બનાવી. હીરાના વ્‍યવસાયમાં ઝંપલાવ્‍યું અને પાછું વાળીને ન જોયું. આજે તેમનાં હીરાના કારખાના મોરબી,નવસારી,બોમ્‍બેમાં ધમધમે છે. મોરબીના જગવિખ્‍યાત સિરામિક ઉદ્યોગ જગતમાં પણ તેઓ આગવું સ્‍થાન ધરાવે છે.

૧૯૮૨ માં ભાજપમાં સક્રિય સભ્‍ય તરીકે જોડાયા બાદ સતત૧૨ વર્ષ સુધી મોરબી તાલુકા ભાજપ પ્રમુખ તરીકે સેવાઓ આપી. ત્‍યાર બાદ મોરબી શહેર પ્રમુખ અને બાદમાં જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે સંગઠનને નવી ઉંચાઈઓ આપી. અનેક ચૂંટણીઓમાં તેમણે કીંગમેકરની ભુમિકા ભજવી. મોરબી નાગરિક સહકારી બેંકમાં ૧૫ વર્ષથી ડિરેક્‍ટર અને ૨ વખત વાઇસ ચેરમેન પદ સોભાવ્‍યું અને હાલમાં પણ તેઓ પાટીદાર સેવા સમાજ ટ્રસ્‍ટના પ્રમુખ તરીકે તેમજ મોરબી,મોરબી બહારની અનેક સામાજિક,સેવાભાવી સંસ્‍થાઓ સાથે રહી અનેક સેવાકાર્યમાં તન મન ધનથી સહયોગ આપી રહ્યાં છે. તેમનાં વિશાળ ચાહકવર્ગ તરફથી તેમના મો. ૯૦૯૯૯ ૬૬૧૨૪ પર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(11:52 am IST)