Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

ચિકિત્‍સા અને સામાજીક ક્ષેત્રે વિશિષ્‍ટ પ્રદાન આપી રહેલ

જાણીતા પ્રોકટોલોજીસ્‍ટ ડો.એમ.વી. વેકરીયાનો આજે જન્‍મદિન

રાજકોટઃ આજે ૧ જૂલાઇ, ડોકટર્સ-ડે છે, જોગાનુંજોગ આજ દીવસે સામાજીક અને તબીબી ક્ષેત્રે પોતાની અનન્‍ય સેવાઓ વડે હંમેશા અગ્રેસર રહેતા આપણા રાજકોટ શહેરના ડો. એમ.વી. વેકરીયા  જૂનાગઢ જીલ્લાના નવાગામમાં એક સતસંગી ખેડૂત શ્રી વીરજીભાઇના પરીવારમાં જન્‍મ્‍યા હતાં. છેલ્લા ૩૫ વર્ષોથી તેઓ તબીબી ક્ષેત્રે તેમજ સેવાકીય ક્ષેત્રે યશસ્‍વી કામગીરી કરી રહેલ છે. તેઓ સતત છેલ્લા ત્રણ ટર્મથી બીજેપી ડોકટર્સ સેલમાં સહકન્‍વીનર પદ પર સેવા આપી ચુકયા છે અને હાલમાં બીજેપીમાં કાયમી આમંત્રીત સભ્‍ય તરીકે નિમણુંક થયેલ છે. ડોકટર્સ એસોસીએશનમાં સતત સક્રિય રહીને તબીબી સેવાઓ આપતા ડો.એમ.વી. વેકરીયા એકદમ મૃદુ, સરળ અને સેવાભાવને વરેલા છે. તેમણે જામનગર યુનિવર્સિટીથી સ્‍નાતકની પદ્‌વી મેળવ્‍યા બાદ બનારસ યુનિવર્સિટીમાંથી પ્રોક્‍ટોલોજીની ડિગ્રી મેળવી હરસ, મસા- ભગંદરના નિષ્‍ણાત તરીકે સેવાઓ આપવાનો શુભારભ કર્યો હતો. હરસ, મસા-ભગંદરની સારવાર માટે સતત નવી નવી પધ્‍ધતિઓ તેમજ ટેકનોલોજીઓનો અભ્‍યાસ કરી વિશ્વની અતિ આધુનિક સારવાર પધ્‍ધતિઓ સૌરાષ્‍ટ્રમાં ઉપલબ્‍ધ કરી સૌરાષ્‍ટ્રમાં સોથી વધારે હરસના સફળતા પૂર્વક ઓપરેશન કરી હરસ, મસાની સારવાર માટે રાહબર બની ચૂકયા છે. તેઓ દર બુધવારે સાંજે ૬ થી ૮ કાયમી ધોરણે આર્થિક રીતે ગરીબ દર્દીઓને રાહત દરે તેમની એસ્‍ટ્રોન ચોક, રાજકોટ સ્‍થિત તેઓની હરસ-ભગંદરની સુશ્રુત પાઇલ્‍સ હોસ્‍પિટલ પર સેવાઓ આપી રહેલ છે.
 તેઓ રાજકોટ ડોકટર્સ ફેડરેશનના ચીફ એડવાઇઝર તરીકે અને કાયમી ફાઉન્‍ડ સભ્‍ય પદે ફરજ બજાવી રહ્યાં છે.  કાલાવડ-યુનિવર્સિટી રોડ ડોકટર્સ એસોસીએશનના પૂર્વ પ્રમુખ અને હાલમાં સતત ૧૧ વર્ષથી ચેરમેન પદે સેવા આપેલ હાલમાં વાઇસ ચેરમેન પદે સેવા આપી રહ્યાં છે. કોલેજકાળમાં વિદ્યાર્થી સંગઠનના યુનિવર્સિટી પ્રેસીડન્‍ટ રહી ચુકયા છે અને છેલ્લા ૩૪ વર્ષથી ભાજપમાં સક્રિય સભ્‍ય પદે છે. તેઓ દેશ-વિદેશની ઇન્‍ટરનેશનલ કોન્‍ફરન્‍સમાં ભાગ લેતા રહે છે. તેઓ ઇન્‍ટરનેશનલ કોન્‍ફરન્‍સમાં ધનવંતરી એવોર્ડ, લાઇફટાઇમ એચીવમેન્‍ટ એવોર્ડ અને સૌરાષ્‍ટ્રના બેસ્‍ટ પ્રોકટોલોજીસ્‍ટ અને એમીનન્‍સ એવોર્ડ પણ પ્રાપ્‍ત કરી ચુકયા છે, તેમજ તેઓએ લાયન્‍સ કલબ, જેસીઝ કલબ, બોલબાલા ટ્રસ્‍ટ, સરગમ ક્‍લબ તથા મધુરમ ક્‍લબમાં પણ અનેક વખત સનમાન અને એવોર્ડ પ્રાપ્ત કરેલ છે. તેઓએ ગુજરાત મેડીકલ બુલેટીન માસિક મેગેઝીનમાં ૧૧ વર્ષ સુધી મેનેજીગ ડાયરેકટર તરીકે સેવા આપેલ છે. બહોળું મિત્રવળંદ અને ડોકટર મિત્રોમાં અપાર લોકચાહના ધરાવતા અને સામાજીક ક્ષેત્રે ખૂબ જ યશ અને નામના હાંસલ કરેલ છે.  મો.૯૮૨૪૦ ૬૬૩૨૧

 

(1:09 pm IST)