Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

જુનાગઢ જિલ્લાના સહકારી આગેવાન જેઠાભાઇ પાનેરાનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧:  જુનાગઢ જિલ્લાના સહકારી આગેવાન અને ગુજરાત રાજય હેન્ડલૂમ ફેડરેશન લિ.ના સેક્રેટરી તેમજ કેળવણીકાર આહિર સમાજના અગ્રણી જેઠાભાઇ પાનેરાનો આજે ૬૮ મો જન્મદિવસ છે. તા. ૧-૭-૧૯પ૧ ના રોજ માણાવદર તાલુકાના આંબલીયા ઘેડ ગામે આહિર ખેડૂત પરિવારમાં જન્મેલ જેઠાભાઇ નાની ઉંમરે રાજકીય ક્ષેત્રે પ્રવેશ કરી જુનાગઢ જીલ્લા પંચાયતમાં જુદી જુદી સમિતિમાં ચેરમેન તેમજ સહકારી ક્ષેત્રે જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે સતત ત્રણ ટર્મ કામગીરી કરેલ આજે તેમના જન્મદિન નિમિત્તે મો. નં. ૯૮રપર ર૯૩ર૭ ઉપર શુભેચ્છકો શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(3:48 pm IST)