Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

જસદણના વતની ઓલ ઇન્‍ડિયા મોઢ વણિક સમાજ મુંબઈના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલનો જન્‍મદિવસ

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ, તા.૫: જસદણના વતની મોઢ વણિક સમાજનાં અગ્રણી અશ્વિનભાઈ પટેલનો જન્‍મ ૫ જુલાઈ ૧૯૫૫ માં જસદણ મુકામે ચંદુભાઈ પટેલને ત્‍યાં થયેલ. અશ્વિનભાઈ ૧૯૬૯માં વધુ અભ્‍યાસ અર્થે રાજકોટ ર્બોડિંગમાં રહી અભ્‍યાસ પૂર્ણ કર્યો. છેલ્લા ૫૪ વર્ષથી રાજકોટને કર્મ ભૂમિ બનાવી ૧૯૭૧માં કિરીટ એન્‍જિનિયરિંગ કોર્પો.ની શરૂઆત કરેલ અને એક દસકાના સફળ સંચાલન બાદ પરિવારનો વ્‍યાપ વધતાં ૧૯૮૧માં સ્‍વતંત્ર રીતે ગીતા એન્‍જિનિયરિંગ કોર્પોરેશનના પ્રારંભ કરેલ અને હાલમાં એક નવું સાહસ  MY GEC વી-બેલ્‍ટ & હાર્ડવેર પ્રાઇવેટ લિમિટેડનું સફળ નેતળત્‍વ કરી રહ્યા છે.  સોશિયલ એક્‍ટિવિટીમાં ખૂબ જ રસ ધરાવતા અને જીવનમાં દરેક કાર્ય અગત્‍યના હોય છે તેમ એક સામાજિક કાર્ય પણ  જવાબદારીઓ છે તે સમજીને બધી સંસ્‍થાઓમાં  તેમની સેવાઓ આપી રહ્યા છીએ. ભારતીય જનતા પક્ષ  પ્રેરિત વ્‍યાપાર સેલના કમિટી મેમ્‍બર પદે, ભાડલા વૈષ્‍ણવ સમાજ રાજકોટના પ્રમુખ સ્‍થાને, મુંબઈના ઓલ ઇન્‍ડિયા મોઢ વણિક સમાજના ઉપપ્રમુખ પદે, રાજકોટ મશીનરી ડીલર ઍસોસિયેશન સેક્રેટરી પદે, રાજકોટ મશીનરી એન્‍ડ સપ્‍લાય એસોસીયેશનના જોઈન્‍ટ સેક્રેટરી પદે, ત્રિમૂર્તિ ચેરીટેબલ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી પદે, ભાડલા વૈષ્‍ણવ સમાજના ટ્રસ્‍ટી પદે, દીકરાનું ઘર વળદ્વઆશ્રમ ઢોલેરાના એડવાઇઝરી કમિટી મેમ્‍બર, અમદાવાદ સમસ્‍ત વૈષ્‍ણવ વણિક પરિવારના ઝોન -મુખ અને રાજકોટ જિલ્લાના કન્‍વીનર પદે, પટેલ કુલદેવી મંદિર જસદણ ટ્રેઝરર પદે, સમર્પણ ચેરીટેબલ ટ્રસ્‍ટ રાજકોટના મેમ્‍બર પદે, વહાલુડીના વિવાહ આયોજનમાં કોર કમિટી મેમ્‍બર પદે, તથા આ સંસ્‍થામાં કમિટી મેમ્‍બર તરીકે સેવા આપી રહ્યા છે. તેમજ ફૅડરેશન મોઢ વણિક સમાજ મુંબઈ, શ્રીમતી હિરાબેન ચંદુલાલ પટેલ વિદ્યાલય જસદણ, વિવેકાનંદ યુથ ક્‍લબ રાજકોટ, એનજીઓ ફૅડરેશન ઓફ રાજકોટ, થેલેસેમિયા જનજાગળતિ અભિયાન સમિતિ રાજકોટ, નાથદ્વારા નવનિર્માણ મોઢ વણિક જ્ઞાતિ અતિથિ ભવનમાં કમિટી મેમ્‍બર તરીકે સેવા આપી રહ્યા છે. છેલ્લા દસ વર્ષ માં ૧૬ થી વધારે વિશિષ્ટ સન્‍માન મળેલ છે ૨૦૧૬ માં મોઢ વણિક યુવા ગ્રુપ દ્વારા જ્ઞાતિ સેવા રત્‍ન એવોર્ડ,  તેમજ મોઢ વણિક સમાજ ચેરીટેબલ ટ્રસ્‍ટ મુંબઈ દ્વારા જ્ઞાતિ સેવા સમર્પણ રત્‍ન એવોર્ડ ૨૦૨૦ અશ્વિનભાઈને એવોર્ડ મળેલ છે. જુદી જુદી ૨૭ જેટલી સંસ્‍થાઓની પ્રેસ નોટ પ્રચાર-પ્રસાર સેવાની કામગીરી સંભાળી રહ્યા છે. તેમને પુરા ભારત તેમજ યુરોપ સહિત જુદા જુદા ૧૪ દેશોમાં પ્રવાસ પણ કરી ચૂકયા છે. ૬૭ વર્ષ પૂરા કરી ૬૮ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે તેમના મો.નં  ૯૮૨૫૧૯૫૯૫૫ ઉપર જન્‍મ દિવસની અભિનંદન વર્ષા થઈ રહી છે.

(11:44 am IST)