Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

જન્મદિનની શુભેચ્છા વર્ષામાં માટીની જેમ મહેકતા વસંતભાઇ લીંબાસિયા

કાગદડીમાં વટ, રાજકોટમાં જમાવટ : આજે ભગવાનને થાળ, કીડીને કણ, પક્ષીને ચણ

‘વરસાદ જેવા મારા શુભેચ્‍છકો અને માટી જેવો હું, વરસતા રહો તમે અને મહેકતો રહુ હું...' આ વાક્‍ય આજે જાણીતા સમાજસેવક અને સ્‍વામિનારાયણ સંપ્રદાયના લાડીલા હરિભક્‍ત શ્રી વસંતભાઇ નાનજીભાઇ લીંબાસિયા યાદ કરી શુભેચ્‍છા પાઠવનારા શુભેચ્‍છકોનો આભાર વ્‍યકત કરી રહ્યા છે. તેમનો જન્‍મ તા. ૫ જુલાઇ ૧૯૬૧ના દિવસ થયેલ. આજે ૬૨માં વર્ષના પંથે પ્રયાણ કર્યું છે.

ટંકારા નજીકના કાગદડી ગામમાં એક દસકા સુધી સરપંચ રહી લોકપ્રિય બનેલા શ્રી વસંતભાઇ લીંબાસિયા (વૃંદાવન ડેરી)એ લીંબાસિયા પરિવાર સ્‍પેશ્‍યલ ગ્રુપ, સાંકેત સોસાયટી, લેઉવા પટેલ પરિવાર સ્‍પેશયલ ગ્રુપ, સરદાર પટેલ એજ્‍યુકેશન ટ્રસ્‍ટ કાગદડી, ગ્રેટર ચેમ્‍બર, શ્રી સ્‍વામિનારાય ગુરુકુળ વગેરે સંસ્‍થાઓમાં મહત્‍વનું યોગદાન આપ્‍યુ છે. આજે ગુરુકુળ અને ભૂપેન્‍દ્ર રોડ મંદિરે ભગવાનને થાળ અને સંતોને રસોઇ, છારોળી ગુરુકુળમાં ૨૦૦ બ્રહ્મ ઋષિકુમારોને ભોજન, સદ્‌ભાવના અને રમણિકકુંવરબા વૃધ્‍ધાશ્રમમાં વૃધ્‍ધોને ભોજન, બહેરા મુંગા શાળા અને અંધ આશ્રમમાં ભોજન, કાગદડીના ખોડીયાર આશ્રમમાં ગાયોને ઘાસચારો, ૨૫ ગામોમાં પક્ષીઓ માટે ચણ, કીડીયારૂં, માછલીઓનો લોટ વગેરે પ્રવૃતિ દ્વારા જન્‍મદિનની સેવામય ઉજવણી કરી છે. તેઓ સંતોના વિશેષ કૃપા પાત્ર છે. આજના યાદગાર દિવસે વસંતભાઇ સૌને કહે છે. આઓ, મિલકર દીપ જલાએ, રિસ્‍તો કી  એક નયી પ્રિત જગાએ... (૨૨.૧૭)

મો. ૯૯૨૫૦ ૧૩૨૧૫ રાજકોટ

(11:30 am IST)