Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

મોઢ વણિક સમાજના અગ્રણી અશ્વિનભાઇ પટેલનો જન્‍મ દિવસ : ૬૮ માં વર્ષમાં પ્રવેશ

રાજકોટ તા. ૫ : મુળ જસદણના વતની હાલ રાજકોટ સ્‍થાયી થયેલા ઓલ ઇન્‍ડિયા મોઢ વણિક સમાજ મુંબઇના પ્રમુખ અશ્વિનભાઇ ચંદુલાલ પટેલનો આજે જન્‍મ દિવસ છે. સફળ જીવનના ૬૮ માં વર્ષમાં પ્રવેશ કરનાર અશ્વિનભાઇ વ્‍યવસાયે ગીતા એન્‍જીનીયરીંગ કોર્ર્પોરેશન અને એમવાય જીઇસી વી-બેલ્‍ટ એન્‍ડ હાર્ડવેર પ્રા.લી.નું સફળ નેતૃત્‍વ સંભાળી રહ્યા છે. ભાજપ પ્રેરીત વ્‍યાપાર સેલના કમીટી મેમ્‍બર તરીકે, ભાડલા વૈષ્‍ણવ સમાજ રાજકોટના પ્રમુખ તરીકે, રાજકોટ મશીનરી ડીલર એસોસીએશનના સેક્રેટરી તરીકે, રાજકોટ મશીનરી એન્‍ડ સપ્‍લાય એસોસીએશનના જોઇન્‍ટ સેક્રેટરી તરીકે, ત્રિમૂર્તી ચેરીટેબલ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી તરીકે, ભાડલા વૈષ્‍ણવ સમાજના ટ્રસ્‍ટી તરીકે તેમજ અન્‍ય ઘણીબધી સંસ્‍થાઓ સાથે તેઓ સંકળાયેલા છે. છેલ્લા ૧૦ વર્ષમાં ૧૬ થી વધારે સન્‍માન મળેલ છે. મોઢ વણિક ગ્રુપ દ્વારા જ્ઞાતિ રત્‍ન એવોર્ડ તેમજ મોઢ વણિક સમાજ ચેરીટેબલ ટ્રસ્‍ટ મુંબઇ દ્વારા જ્ઞાતિ સેવા સમર્પણ રત્‍ન એવોર્ડ પણ તેઓને મળેલ છે. તેમના જન્‍મ દિવસ નિમિતે ઠેરઠેરથી શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે. તેમના મો.૯૮૨૫૧ ૯૫૯૫૫ છે.

(1:15 pm IST)