Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

ગીર-સોમનાથ જીલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ અને હાલ પ્રદેશ મંત્રી ઝવેરીભાઇનો જન્મદિન

પ્રભાસ-પાટણઃ ગીર-સોમનાથ જીલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ અને હાલ પ્રદેશ મંત્રી તથા ભારતીય જનતાપક્ષના અડીખમ નેતા ઝવેરીભાઇ ઠકરારનો આજે જન્મદિવસ છે.

તા.૨૬-૪-૫૪ના રોજ યુગાન્ડામાં જન્મેલા અને પ્રાથમિક શિક્ષણ આફ્રીકામાં લીધેલા તેઓ ૧૯૬૯થી આર.એસ.એસ.માં જોડાઇ નાની ઉંમરે કારોબારી કન્વીનર બની ચુકયા છે.

૧૯૯૮થી ભાજપ સાથે જોડાઇ જૂનાગઢ સહકાર સેલની જવાબદારી ૨૦૦૨ સુધી સંભાળી અને બે વર્ષ જીલ્લા ભાજપ મંત્રી બન્યા અને જૂનાગઢ તથા ગીર સોમનાથ જીલ્લા ભાજપ પ્રમુખ તરીકે રહી ચૂકયા છે. વેરાવળ સહકારી બેન્ક, પીપલ્સ બેંક, ડાયરેકટ રહી ચૂકેલા તેઓ સરસ્વતિ વિદ્યાલય સહિત અનેક શિક્ષણ સંસ્થાઓ સાથે જોડાયેલા છે. તેમના જન્મદિવસે ઠેર-ઠેરથી અભિનંદન શુભેચ્છા વર્ષા તેમના મો.નં.૯૮૨૫૨ ૩૧૮૪૨ ઉપર થઇ રહી છે.

(11:32 am IST)