Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

નિવૃત પણ પ્રવૃત ભૂતપૂર્વ અધિક કલેકટર એ.વી. વાઢેરની વર્ષગાંઠ

રાજકોટ, તા. ૧ :. રાજ્યના અધિક કલેકટર કક્ષાના નિવૃત અધિકારી એ.વી. વાઢેરનો જન્મ ૧૯૫૯ના વર્ષની તા. ૧ મેના દિવસે થયેલ. આજે ૬૩માં વર્ષના દ્વારે ટકોરા માર્યા છે. પોરબંદર તેમનું મૂળ વતન છે.

મળતાવડા માનવી એ.વી. વાઢેર અગાઉ પોલીસ સબ ઈન્સપેકટર, વડોદરામાં સરદાર સરોવર એજન્સીમાં મદદનીશ કમિશનર, રાજકોટમાં નાયબ સ્ટેમ્પ ડયુટી કલેકટર, વ્યારામાં પ્રાંત અધિકારી, જૂનાગઢ પંચાયત તાલીમ કેન્દ્રના નિયામક, અમરેલીમાં નિવાસી અધિક કલેકટર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, યુવા સેવા સાંસ્કૃતિક વિભાગમાં ઓ.એસ.ડી. નાગરિક પુરવઠા નિગમના ખરીદ કેન્દ્રોના વિભાગીય વ્યવસ્થાપક વગેરે સ્થાનો પર રહી ચૂકયા છે. મો. ૯૪૨૭૧ ૧૫૦૦૨ રાજકોટ

(11:40 am IST)
  • સુપ્રિમ કોર્ટે કોરોના કાળમાં અબજા રૂપિયાના સેન્ટ્રલવિસ્ટા પ્રોજેકટનું કામ રોકવાની માંગણી કરતી જાહેર હિતની રીટ પીટીશન ઉપર સુનાવણી હાથ ધરવા હા પાડી છે access_time 12:00 pm IST

  • ત્રણ લોકસભા અને આઠ વિધાનસભાની પેટાચૂંટણીઓ મુલતવી રહી કોરોના મહામારીની બીજી લહેરને કારણે ચૂંટણી પંચે દાદરા નગર હવેલી સહિત ત્રણ લોકસભાની અને આઠ વિધાનસભાની પેટાચૂંટણીઓ હાલ પૂરતી મુલતવી રાખેલ હોવાનું જાહેર કરેલ છે. access_time 9:36 pm IST

  • મમતા બેનર્જીએ પ. બંગાળના પોલીસવડા તરીકે આઈપીએસ શ્રી સમીમ અને વિરેન્દ્રને ફરીથી નિયુકત કર્યા છે. access_time 6:33 pm IST