Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

મારૂતિ કુરિયરના એમ.ડી. અજયભાઇ મોકરીયાનો જન્મ દિવસ : સેવામય પ્રવૃત્તિઓ સાથે ઉજવણી

રાજકોટ તા. ૧ : મારૂતિ કુરીયર સર્વીસીઝના ચેરમેન રામભાઇ મોકરીયાના પુત્ર અને તેમણે કંડારેલી સેવાની કેડી પર ચાલતા મારૂતિ કુરીયરના એમ.ડી. અજયભાઇ મોકરીયાનો આજે જન્મ દિવસ છે. વર્તમાન કોરોના પરિસ્થિતિ ધ્યાને લઇ સેવાકીય પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત રહી જન્મ દિવસ મનાવવા સંકલ્પ કરેલ છે. જરૂરતમંદ લોકોને ઓકસીજન મશીન, ફ્રુટ વિતરણ, મોતીયાના ઓપરેશન સહીતની સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરાશે. દેશભરમાં ૨૯૦૦ થી વધુ મારૂતિ કુરીયરના આઉટ લેટ સ્થાપનાર અજયભાઇ તેમના લઘુબંધુ મૌલીકભાઇના સહયોગથી વિશ્વફલક પર ઉભરી આવ્યા છે. કંપની આગામી પ વર્ષમાં ૧,૦૦૦ કરોડના ટર્નઓવરનો લક્ષ્યાંક હાંસલ કરવાની અને દેશના ૨૦૦૦ શહેરો તથા નગરો ઉભેરવાની આક્રમક વિસ્તરણ યોજના ધરાવે છે. ૪૦૦ થી વધુ ચેનલ પાર્ટનર્સની નિમણુંક કરી નેટવર્ક વિસ્તાર્યુ છે. આજે જન્મદિવસ નિમિતે અજયભાઇ મોકરીયા (મો.૯૮૨૫૦ ૧૮૯૯૯) ને ઠેરઠેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે.

(11:41 am IST)