Gujarati News

Gujarati News

News of Saturday, 17th July 2021

અમિત ઠાકર કી વર્ષગાંઠ આયી, વન પ્રવેશ કી ખુશીયા છાયી

રાજકોટ : ભાજપના જુના અને જાણીતા અગ્રણી શ્રી અમિત ઠાકરનો આજે જન્મદિન છે. તેમનો જન્મ ૧૭ જુલાઇ ૧૯૭૧ના દિવસે થયેલ આજે શાનદાર જીવનના એકાવનમાં વર્ષના દ્વારે કદમ માંડ્યા છે.

શ્રી અમિત ઠાકર ગુજરાત યુનિવર્સિટી સિન્ડિકેટ સભ્ય, ભાજપ યુવા મોરચાના પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાના પ્રમુખ, પાર્ટીના વિદેશમાં સંગઠનને લગતા સેલના સંયોજક, દાહોદના પાર્ટી પ્રભારી, પાર્ટીના પ્રદેશ મંત્રી વગેરે પદ પર રહી ચૂકયા છે. પ્રભાવશાળી વકતા છે. કારકિર્દીનો પ્રારંભ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના માધ્યમથી કરેલ. જાહેર જીવનમાં ગતિથી પ્રગતિ કરી રહ્યા છે.

મો. ૯૮૨૪૦ ૭૬૭૪૬ અમદાવાદ

(10:51 am IST)