Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

રાજકોટ-અમદાવાદના પૂર્વ અધિક કલેકટર

ટ્રાન્સપોર્ટ ઓફીસના ઓ.એસ.ડી. હર્ષદ વોરાને હેપ્પી બર્થ ડે

રાજકોટ : ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર કમિશનર કચેરીના ખાસ ફરજ પરના અધિકારી શ્રી હર્ષદ વોરાનો જન્મ તા. ૩૦ જુલાઇ ૧૯૬૯ના દિવસે થયેલ. આજે ત્રેપનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના વતની છે.

અધિક કલેકટર શ્રી હર્ષદ વોરા અગાઉ કચ્છમાં આર.ટી.ઓ.માં મુખ્ય અધિકારી અને કાર્યકારી જિલ્લા પુરવઠા અધિકારી, વીરમગામ, પાટણ અને ગોધરામાં પ્રાંત અધિકારી, રાજકોટ, મહેસાણા અને અમદાવાદમાં નિવાસી અધિક કલેકટર વગેરે પદ પર રહી ચૂકયા છે.

ફોન નં. ૦૭૯-૨૩૨૫૧૩૬૬ મો. ૯૯૭૮૪ ૮૫૦૧૮ ગાંધીનગર

(11:53 am IST)