Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

નર્મદા જિલ્લા વિકાસ અધિકારી પી.ડી. પલસાણાનો જન્મદિન

રાજકોટઃ નર્મદા જિલ્લા વિકાસ અધિકારી તરીકે કાર્યરત શ્રી પ્રવીણ ડી. પલસાણા (આઈ.એ.એસ.)નો જન્મ તા. ૧ જૂન ૧૯૬૬ના દિવસે થયેલ. આજે છપ્પનમાં વર્ષની કેડીએ કદમ માંડયા છે. તેઓ મૂળ અમરેલી પંથકના વતની અને કૃષિ સ્નાતક છે. ભૂતકાળમાં ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ, ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં ઓ.એસ.ડી. વગેરે સ્થાનો પર રહી ચૂકયા છે.

ફોન નં. ૦૨૬૪૦ - ૨૨૨૪૧૭

મો. ૯૯૭૮૪ ૦૬૨૪૧ - રાજપીપળા

(10:14 am IST)
  • સીનીયર ક્લાર્ક માટેની પરીક્ષા ૩૧ જુલાઈએ લેવાશે : ગૌણ સેવા પસંદગી મંડળે સીનીયર ક્લાર્કની પરીક્ષા માટેની તારીખ જાહેર કરી દીધી. હવે ૩૧ જુલાઈએ લેવાશે સીનીયર ક્લાર્ક માટેની પરીક્ષાઓ લેવાશે. અગાઉ ૨૪ જુલાઈનુ આયોજન હતુ પરંતુ હવે તે તારીખ થોડી પાછી લઈ જાય અને ૩૧ જુલાઈ કરવામાં આવી છે. access_time 9:53 pm IST

  • ઉત્તર પ્રદેશમાં ઝડપભેર નવા બનાવો આકાર લઇ રહ્યા છે: આનંદીબેનને મળતા આદિત્યનાથ :અત્યારે રાત્રે મળતા અહેવાલો પ્રમાણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલને મળવા ગયા છે. ઉત્તર પ્રદેશના પ્રધાનમંડળમાં ઝડપભેર મહત્વના ફેરફારો આવી રહ્યાના સ્પષ્ટ નિર્દેશો મળે છે access_time 9:12 pm IST

  • ખૂબ જલ્દી કેન્દ્રીય કેબિનેટમાં ફેરફારની તૈયારી : પીએમ મોદીની ગૃહમંત્રી અમિતભાઇ શાહ અને જેપી નડ્ડા સાથેની બેઠક મોડી રાત્રે પુરી થઈ : પીએમ મોદી કાલે ધર્મેંદ્ર પ્રધાન, નરેન્દ્ર સિંહ તોમર, ગજેન્દ્ર સિંહ શેખાવત, મહેન્દ્ર નાથ પાંડેય, હરદીપ પુરીની સાથે તેમની સાથે સંબંધિત મંત્રાલયોના કામોની સમીક્ષા કરશે : કેબિનેટમાં બહુ મોટા પરિવર્તનો તુરંત માં થશે તેમ PMO ના સુત્રો થકી જાણવા મળે છે (ન્યૂઝફર્સ્ટ) access_time 11:41 pm IST