Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

પ્રભાસ-પાટણના પોલીસ ઇન્સ્પેકટર એન.એમ. આહિરનો જન્મદિન

પ્રભાસ-પાટણ : ગીર-સોમનાથ જીલ્લા પ્રભાસ-પાટણ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ. એન. એમ. આહિરનો આજે જન્મ દિવસ છે.

તેઓ તા. ૧-૬-૧૯૭૬ ના અંકલેશ્વર ખાતે જન્મેલા તેઓ ર૦૧૦માં રાજય પોલીસ દળમાં જોડાયા. પી.એસ.આઇ. તરીકે સુરત ગ્રામ્ય-કામરેજ-સુરત ક્રાઇમબ્રાંચ ભરૂચ ક્રાઇમબ્રાંચ, આણંદ બોરસદ, ભાદરણ, પેટલાદ  અને પ્રમોશનથી તાલાલા સી.પી.આઇ. તાલાલાના કાર્યકાળ આકોલવાડી ચકચારી-અટપટો ખુન કેઇસ ઉકેલવો ભરૂચ ખાતે રર જેટલા ત્રણ જિલ્લા લૂંટ કેઇસ આરોપી ઝડપવા સોમનાથ ખાતે મહત્વના ગુન્હાઓના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપેલા. તેમના જન્મદિને ઠેર-ઠેરથી અભિનંદન શુભેચ્છા વરસાદ મો. ૯૮રપ૭ ર૮૯૧૧ ઉપર થઇ રહેલ છે.

(11:49 am IST)