Gujarati News

Gujarati News

News of Tuesday, 1st June 2021

પોરબંદર મેર સમાજના સેવાભાવી હરદાસભાઇ ઓડેદરાનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : પોરબંદર મેર સમાજના સેવાભાવી અગ્રણી દાતા એવા હરદાસભાઇ મેરૂભાઇ ઓડેદરાનો આજે ૬૧મો જન્મદિવસ છે.

તેઓ ૧-૬-૧૯૬૦ના રોજ પોરબંદરના ભાવપરા ગામે ધર્મપરાયણ પરિવારમાં મેરૂભાઇ ઓડેદરા અને રાંભીબેનને ત્યાં જન્મેલ હરસુખભાઇ (હરદાસભાઇ) ઓડેદરા બાળપણથી જ સેવાભાવી પ્રવૃતિ ધરાવે છે. હાલ તેઓ ક્રિષ્ના વે બ્રીજ અને લાઇમસ્ટોનના વ્યવસાય સાથે સંકળાયેલ છે. અનેક જરૂરીયાતમંદોને મદદરૂપ થઇ ગુપ્તદાન આપે છે. તેમજ કોઇપણ જરૂરીયાતમંદોને સહાયરૂપ બની સેવા આપી રહયા છે. તેમના જન્મદિવસ નિમિતે શુભેચ્છકો મો.૯૮રપ૯ ૧૯ર૮૩ ઉપર શુભેચ્છા મળી રહી છે.

(12:46 pm IST)