Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd June 2021

શહેર કોંગ્રેસ અગ્રણી હિતુભા ચુડાસમાનો આજે જન્મદિન

રાજકોટ શહેર કોંગ્રેસનાં અગ્રણી  હિતુભા ચુડાસમાનો આજે તા. ર જુનનાં જન્મદિવસ છે. યશસ્વી જીવનનાં ૫૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.  યુવાનીનાં દિવસોથી જ કોંગ્રેસ સાથે સંકળાયેલા છે. રાજકોટ શહેર યુવક કોંગ્રેસનાં ઉપપ્રમુખ તરીકે પાંચ વર્ષ અને ત્યારબાદ રાજકોટ શહેર કોંગ્રેસનાં ઉપપ્રમુખ તરીકે પોતાની સેવાઓ આપેલ છે. તદ્ઉપરાંત કોંગ્રેસ જનમિત્ર તેઓ નિરીક્ષક તરીકે અમદાવાદ અને કચ્છમાં પણ પોતાની સેવાઓ આપેલ છે. તેઓ વિદ્યાર્થીઓને બુકવિતરણ, બ્લડ ડોનેશન તથા અનેક ગરબી મંડળોમા પણ વર્ષોથી સેવા આપીં રહ્યાં છે. તેમના જન્મદિન નિમિત્તે રાજકીય તથા સામાજિક આગેવાનો, મિત્રવર્તુળ તરફથી મો.નં. ૯૮૨૫૦ ૭૭૯૯૯ પર શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

(1:01 pm IST)