Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

વાદલડી વરસી, શુભેચ્છાના સરોવર છલી વળ્યા

જન્મદિન ૪ જૂન, નામ અર્જુનઃલોકલાગણીમાં ખાટરિયા ખાટયા

રાજકોટ તા. ૪: સૌરાષ્ટ્રની પ્રથમ નંબરની ગણાતી રાજકોટ જિલ્લા પંચાયતમાં સતત ચોથી વખત ચૂંટાયેલા એકમાત્ર સભ્ય શ્રી અર્જુન ઘનશ્યામભાઇ ખાટરિયા પર આજે ૪૬ માં વર્ષમાં પ્રવેશ નિમિતે શુભેચ્છાના વાદળો વરસી રહ્યા છે. (જન્મ તા. ૪ જુન ૧૯૭૬)

રાજકારણમાં શાનદાર અને કોંગ્રેસને વફાદાર શ્રી અર્જુન ખાટરિયા કોટડાસાંગાણી બેઠક પરથી ચૂંટાઇને ફરી વિપક્ષી નેતા બન્યા છે. અગાઉ કારોબારી અધ્યક્ષ તરીકે રહી ચૂકયા છે. કોટડાસાંગાણી માર્કેટયાર્ડના ચેરમેન છે. અંદર-બહારના સંઘર્ષના રાજકારણમાં તેઓ પારંગત થઇ ગયા છે. તેમની રાજકીય 'ડાળ' કરતા પોતાની મજબૂત પાંખો પર વધુ ભરોસો છે. તેમણે જાહેર જીવનમાં કેટલીક વખત અનુભવેલી પરિસ્થિતિ ફુલના એક ઉદાહરણ જેવી છે. કીસીને ફુલ સે પૂછા કી તુમ્હે તોડા ગયા તો તુમ્હેં દર્દ નહિં હુઆ? ફુલને ઉત્તર દિયા તોડનેવાલા ઇતના ખુશ થા કી મેં અપના દર્દ ભૂલ ગયા! મો. ૯૭૧૪૦ પપપપપ રાજકોટ.

(10:23 am IST)