Gujarati News

Gujarati News

News of Monday, 1st August 2022

રાજકોટ જિલ્લા ભાજપ અગ્રણી ગીરીશભાઇ પરમારનો જન્‍મદિન

રાજકોટ તા. ૧ : રાજકોટ તાલુકાના ઉમરાળી ગામે નાના ખેડુત પરિવારમાં જન્‍મેલા અને રાજકોટને કર્મભૂમિ બનાવી જીઇબી (હાલનું જેટકો) માં કારકીર્દી શરૂ કરનાર ગીરીશભાઇ પરમારનો આજે જન્‍મ દિવસ છે. ૧૬ વર્ષ નોકરી કર્યા બાદ રાજીનામુ આપી જીપીપીમાંથી ગ્રામ્‍ય વિધાનસભા લડયા. બાદમાં જીપીપીનું ભાજપમાં વિલીનીકરણ થતા રાજકોટ જિલ્લા ભાજપ મંત્રી તરીકે જવાબદારી નિભાવી પ્રદેશ ભાજપમાં સામાજીક સમરસતા સમિતિમાં સભ્‍ય તરીકે નિમણુંક પામ્‍યા. ‘મનરેગા' સ્‍ટેટ કાઉન્‍સીલના ડીરેકટર તરીકે પણ સારી કામગીરી કરી સરકારની પ્રસંશા પ્રાપ્‍ત કરેલ. ગુજરાત વિદ્યુત કર્મચારી ઉત્‍કર્ષ મંડળના જનરલ સેક્રેટરી તરીકે કામ કરી ચુકયા છે. સૌપ્રથમ દલિત આગેવાન તરીકે રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝમાં ૨૦૧૯ માં ડીરેકટર તરીકે ચુંટાઇ આવેલ. હાલ ચેમ્‍બરમાં ઇન્‍વાઇટ મેમ્‍બર તરીકે સેવા આપી રહ્યા છે. આજે જન્‍મ દિવસ નિમિતે તેઓને મો.૯૯૨૫૬ ૧૯૨૧૮ ઉપર ઠેરઠેરથી શુભેચ્‍છાવર્ષા થઇ રહી છે.

(1:35 pm IST)