Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

જૂનાગઢના પાટીદાર સમાજના યુવા આગેવાન આનંદ અમૃતીયાનો જન્‍મદિન

જૂનાગઢ : સૌરાષ્ટ્રનાં જાહેર જીવનનાં અગ્રણી, પ્રદેશ ભાજપના કારોબારી સદસ્‍ય દિનેશભાઈ અમૃતિયાનાં સુપુત્ર, યુવા સમાજસેવી, પટેલ સમાજનાં આગેવાન, લેન્‍ડ ડેવલોપર્સ તેમજ સૌરાષ્ટ્રનાં ખૂબ જાણીતા અલ્‍ટ્રા મોર્ડન એવા પેરેડાઈઝ હોલનાં સંચાલક આનંદ અમૃતિયાનો તા. ૫, શુક્રવારનાં રોજ ૩૫ મો જન્‍મદિન છે. નાનપણથી જ લોહીનાં સંસ્‍કારને લઇને સેવાક્ષેત્રને વરેલા આનંદ અમૃતીયા રકતદાન, ચક્ષુદાન, દેહદાન, અંગદાન, ગૌસેવા જીવદયા ક્ષેત્રે ઉલ્લેખનીય કામગીરી કરી રહયાં છે. શ્રી ઉમીયા માતાજી, સીદસરમાં રાજકોટ શહેર યુવા સમિતીનાં મહામંત્રી, કરૂણા ફાઉન્‍ડેશન એનીમલ હેલ્‍પલાઈનનાં કારોબારી સદસ્‍ય આનંદ અમૃતિયાના જન્‍મદિવસ નિમીતે પટેલ સમાજના મોભી જેરામભાઈ વાંસઝાળીયા, ગુજરાત સરકારનાં મંત્રીશ્રી અરવીંદભાઈ રૈયાણી, રાજકોટનાં ધારાસભ્‍ય ગોવીંદભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા સહીતના અનેક અગ્રણીઓએ શુભેચ્‍છા પાઠવી છે. આનંદ અમૃતિયા મો. ૯૮૯૮૦૮૩૮૪૮. 

(11:06 am IST)