Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

સાવરકુંડલાના પૂર્વનગરપતિ રાજુભાઇ દોશીનો જન્‍મદિન

સાવરકુંડલા, તા. ૮ : સાવરકુંડલા પાલિકામાં બે બે વખત પાલિકા પ્રમુખ પદ ભોગવી ચૂકેલા રાજુભાઇ દોશીએ સાબીત કરી છે આજે ૮ ઓગસ્‍ટે પાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલના સત્તાધીશ પાલિકા પ્રમુખના પતિ રાજુભાઇ દોશીના જન્‍મદિન નિમિતે રાજકીય, સામાજિક અગ્રણીઓ સાથે શુભચિંતકો દ્વારા શુભેચ્‍છાઓનો ધોધ વછૂટયો છે. ૮ ઓગસ્‍ટ ના રોજ જન્‍મેલા રાજુ દોશી કાંટાની સેલ્‍સમેનશિપ શરૂ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવાની શરૂઆત કરી ને જે નગરપાલિકામાં રોજ ના રૂપિયા ૧૦ ની નોકરી કરી ચૂકેલા રાજુ દોશી એજ પાલિકામાં બે બે વાર પાલિકા પ્રમુખ પદે સેવા આપી ચૂકયા છે રાજુ દોશી ૧૯૮૨ માં પાલિકામાં નોકરી કરતાને ત્‍યારે શનિ રવિની રજા રહેતીને માસિક ૨૪૦ જેવી રકમમાં હાઉસટેક્‍સ શાખામાં ૧ વર્ષ સુધી ફરજ નિષ્ઠાથી બજાવી ત્‍યારે જ મનોમન સંકલ્‍પ કરેલો ને એ સંકલ્‍પ સમય જતા ખરા અર્થમાં સાર્થક સાબિત થયો હતો ને રાજુ દોશીનો રાજકીય ઉદય થતા  રાજુભાઇ દોશી તરીકે આખા સાવરકુંડલામાં સારી નામના હાંસિલ કરી હતી ને સહકારી ક્ષેત્રમાં જંપલાવી ને સાવરકુંડલાની નાગરીક સહકારી બેંકમાં ૧૯૯૮ માં ચૂંટણી લડી ૨૦૦૧ માં એમ.ડી.પદે બિરાજ્‍યા બાદ ૨૦૦૩ થી લઈને ૨૦૧૧ સુધી સળંગ બેંકના ચેરમેન પદે રહીને સભાસદોના હિતમાં નિર્ણયો કરીને સભાસદોને ડિવિડન્‍ટ, સાથે બેંકને સધ્‍ધર બનાવીને સભાસદો ભેટ સોગાદો મળતી રહી સાથે નાગરિક બેન્‍ક સાથે સાથે કોંગ્રેસ માંથી પ્રથમ ૧૯૯૯ માં ચૂંટણી લડ્‍યા ને ૨૦૦૨ માં પાલિકાના પ્રમુખ પદે બિરાજ્‍યા હતા બાદ ૨૦૦૮ માં પાલિકાના પ્રમુખ પદે ચૂંટાઈ આવ્‍યા હતા પાલિકાની ચૂંટણીમાં રાજુભાઇ દોશી ૩ વાર ચૂંટણી લડયા ને એકવાર રાજુભાઇ દોશી નો એક મતે પરાજય થયો હતો પણ પોતાના ધર્મપત્‍ની ત્‍યારે પાલિકાની ચૂંટણી જીતેલા હતા બાદ ચૂંટણી ન લડવાનો મક્કમ નિર્ધાર કરીને ધંધા માં જંપલાવ્‍યું હતું પણ ઈશ્વર જેની સામું મહેરબાન હોય ત્‍યારે છપ્‍પર ફાડીને આપે છે ને આ વખતે ૨૦૨૧ ની પાલિકાની ચૂંટણી ન લડવાનો નીર્ધાર કરી ચૂકેલા રાજુભાઇ દોશીને ભાજપના સાંસદ નારણભાઇ કાછડીયા સાથેના સ્‍નેહભર્યા સંબંધોની સુવાસને કારણે તેમના ધર્મપત્‍ની તળપ્તિબેન દોશીને વોર્ડ નંબર ૧ માંથી ટીકીટ મળી ને જંગી લીડથી જીત્‍યા ને પાલિકાના પ્રમુખ પદનો તાજ ફરી તળપ્તિબેન રાજુભાઇ દોશીના શિરે આવતા ગુજરાત રાજ્‍યના ઇતિહાસમાં એક જ પાલિકામાં રાજુભાઇ દોશી બે ટ્રમ સુધી કોંગ્રેસ શાસિત પાલિકાના પ્રમુખ તો પત્‍ની ભાજપ શાસિત પાલિકાના પ્રમુખ બનીને પતિ પત્‍ની બન્ને રાષ્‍ટ્રીય પક્ષો માંથી પાલિકાના પ્રમુખ બન્‍યાનો ઇતિહાસ રચી દીધો હતો ત્‍યારે આજે ૮ ઓગસ્‍ટએ રાજુભાઇ ના જન્‍મદિન નિમિતે વિશાલ મિત્ર વર્તુળ સાથે રાજકીય, સામાજિક, શેક્ષણિક સંસ્‍થાઓ સાથે કંડરાયેલા રાજુભાઇ દોશી ૯૮૭૯૫૮૦૫૯૦ પર અભિનંદનની વર્ષા થઈ રહી છે.

(1:32 pm IST)