Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

જાણીતા ઓલરાઉન્‍ડર કલાકાર દિનેશ બાલાસરાનો જન્‍મ દિવસ

રાજકોટ તા. ૯ : જાણીતા કલાકાર દિનેશ બાલાસરાનો આજે જન્‍મ દિવસ છે. ઉદ્દઘોષક, ગાયક, હાસ્‍ય કલાકાર, કવિ લેખક જેવી બહુમુખી પ્રતિભા ધરાવતા દિનેશભાઇ પોતાની રાજકોટ લાઇવ રેડીયો ચેનલ ફેસબુક પેજના માધ્‍યમથી ચલાવી રહ્યા છે. છેલ્લા અઢી વર્ષથી આ ચેનલે સારી ગ્રીપ પડકી છે. દેશ વિદેશમાં તેમના શ્રોતા છે. પ્રવાસી જીવ દિનેશભાઇ ભારતના નાના મોટા શહેરોથી માંડીને વિદેશની સફર કરી ચુકયા છે. આજે તેમના જન્‍મ દિવસ નિમિતે મો.૯૦૬૭૫ ૧૯૭૭૬ ઉપર ઠેરઠેરથી શુભેચ્‍છાઓ વર્ષી રહી છે.

(2:08 pm IST)