Gujarati News

Gujarati News

News of Tuesday, 9th August 2022

યુવા સંગીતકાર અને કીબોર્ડ પ્‍લેયર દર્શિત કાચાનો જન્‍મદિવસ

રાજકોટઃ સીનીયર કીબોર્ડ પ્‍લેયર સ્‍વ.પ્રવીણભાઈ કાચાના પુત્ર દર્શિત કાચાનો આજે જન્‍મદિવસ છે. તેઓએ નાની ઉંમરથી સ્‍ટેજના ધુરંધર સિંગરો સાથે પોતાની આગવી કલાથી અનેક કાર્યક્રમો  દેશ- વિદેશમાં આપેલ છે. સુરોજીત ગુહા, મુખ્‍તાર શાહ, સાધના સરગમ, આલોક કાટદરે જેવા સંગીરો તેમજ વિખ્‍યાત સંગીતકાર આણદજીભાઈ, શ્રાવણ રાઠોડ સાથે કાર્યક્રમો આપી સંગીતપ્રેમી લોકોમાં સારી લોકચાહના મેળવેલ છે. તેઓએ સંગીતની તાલીમ તેમના પિતા પાસેથી મેળવેલ છે. તેમની પ્રગતીમાં તેમના મોટાભાઈ અમિત કાચાની ઘણો ફાળો રહેલ છે. તેઓ સારા રીધમીસ્‍ટ છે. રાજકોટના સિંગર શ્રીકાંત નાયર સાથે સળંગ ૧૫ કલાક સુધી કિશોર કુમારના ૧૫૧ ગીતોમાં સંગીત આપી વિશ્વ રેકોર્ડ (લિમ્‍કા બુક ઓફ રેકોર્ડ) પણ કરેલ છે. નવરાત્રિ દરમિયાન અમેરિકા, કેનેડા, દુબઈ, ઓસ્‍ટ્રેલીયા, ન્‍યુઝીલેન્‍ડ જેવા દેશોમાં પોતાની આગવી કલાથી કાર્યક્રમો આપેલ છે. ત્‍યારે આજે તેમના  જન્‍મદિવસે તેઓને શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી રહી છે.(મો.૯૮૨૪૨ ૦૩૦૬૨) 

(3:49 pm IST)