Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

અલ્‍પેશ ગોહેલનો આજે જન્‍મદિવસ

રાજકોટ : આજે અલ્‍પેશ ગોહેલનો જન્‍મદિવસ છે. કલમવીર યુવા પ્રતિભા એવોર્ડથી તેમનું સન્‍માન કરવામાં આવ્‍યું છે. જે સમાજના ઉત્‍કર્ષ અને લોક જાગૃતિની જયોત પ્રગટાવી સમાજના અભ્‍યુદાર્થે નિડર પત્રકારિત્‍વની ફરજ બજાવી રહ્યાં છે. સ્‍વીટ મોનીંગ સાપ્તાહિક અમરેલીના બ્‍યુરો ચીફ છે.  વિશાળ મિત્ર વર્તુળ અને વ્‍યાપક સંબંધો ધરાવતા અલ્‍પેશ ગોહેલે શહેરની કોલેજમાં જી.એસ. તરીકે યોગદાન આપેલ. સેવામય સંસ્‍થા ફિડમ યુવા ગૃપ તથા શુભમ સોશિયલ ગૃપ સહિતની અનેક સંસ્‍થાઓમાં તન મન ધનથી કાર્યરત દરજી સમાજના  યુવા અગ્રણી અલ્‍પેશ મગનભાઇ ગોહેલ (મો. ૯૮૯૮૩ ૩૧૯૬૧) ને વર્ષગાંઠની શુભકામનાઓ મળી રહી છે.

(3:54 pm IST)