Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

રા.તા.પંચાયત સદસ્ય બેડીના પુર્વ સરપંચ ભરત ડાભીનો જન્મદિવસ

રાજકોટ તા. ૧૨: શહેર અને જીલ્લામાં નાની વયે અનેકવિધ સંસ્થાઓ સાથે સંકળાઇ લોકસેવા અને સમાજસેવાના કામમાં અગ્રેસર રહેતં ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના તરવરીયા યુવાન રાજકોટ તાલુકા પંચાયતના સદસ્ય, બેડી ગામના પુર્વ સરપંચ અને રાજકોટ જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પુર્વ પ્રભારી ભરત ડાભી (૯૭૧૨૧ ૬૪૨૦૧)નો આજે જન્મદિવસ છે. તેઓ જય વેલનાથ સમુહ લગ્ન સમિતીના પુર્વ પ્રમુખ છે અને વેલનાથ યુવક મંડળમાં પણ સક્રિય છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ રોગી કલ્યાણ સમિતીમાં પણ સભ્યપદે છે. ભરત ડાભીને ચોમેરથી શુભેચ્છાઓ મળી રહી છે.

(11:00 am IST)