Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

કલેઇમ પ્રેકટીશનર્સ શ્યામભાઇ ગોહિલનો આજે જન્મદિવસ

રાજકોટ,તા. ૨૦ : સુરેન્દ્રનગર જીલ્લાના ચુડામાં ૨૦-૧-૧૯૮૦ના રોજ જન્મેલ શ્રી શ્યામ જે.ગોહિલનો આજે ૪૨ મો જન્મદીવસ છે. આજે ૪૨મું વર્ષ પુરૂ કરી તેઓ ૪૩માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે.

સુરેન્દ્રનગર જીલ્લાના અલગ અલગ તાલુકામાં પોલીસ કર્મચારી તરીકે નોકરી કરી ગયેલ તેવા શ્રી જે.જે.ગોહિલના પુત્ર શ્યામ જે.ગોહિલ કે જેઓએ ૨૦૦૦ની સાલમાં સુરેન્દ્રનગરમાં એડવોકેટ એસ.કે.મલેક સાથે પ્રેકટીસની શરૂઆત કરેલ અને ત્યારબાદ ચોટીલાના સીનીયર ધારાશાસ્ત્રી એન.એ.ખાચર સાથે ટુંકા સમયથી પ્રેકટીસ કરેલ અને ત્યારબાદ પિતા ૨૦૦૨ના રીટાયર્ડ થતા તેઓ રાજકોટમાં સ્થાયી થતા ૨૦૦૨માં શ્રી આર.કે.પટેલ એડવોકેટ સાથે પ્રેકટીસ કરેલ અને ત્યારબાદ તેઓએ ૨૦૦૬માં પોતાની સ્વતંત્ર પ્રેકટીસ શરૂ કરેલ અને ત્યારબાદ અત્યાર સુધીમાં તેઓએ ખૂબ પ્રગતિ કરી કલેઇમક્ષેત્રમાં ઘણા જ કેસોનો નીકાલ કરેલ. છેલ્લે ૯-૧૧-૨૦૨૧ના રોજ તેઓ કુલ ૮૪ કેસનો નિકાલ લાવી તેમના અસીલોને રૂ. ૪,૨૦,૦૦,૦૦૦ લાખનું જંગી વળતર અપાવી કલેઇમમાં ખૂબ જ નામના મેળવેલ. તો આવો શ્રી જે.જે.ગોહિલ તથા માતા પ્રભાબેનના પુત્ર શ્રી શ્યામ જે.ગોહિલને તેમના જન્મદિવસે તેમને જન્મદિવસની શુભકામના આપીએ. મો. નં. ૯૯૨૪૪ ૬૨૦૪૦, ૮૪૦૧૬ ૭૨૩૨૨ ઉપર મિત્રો, સગાસ્નેહીઓ આપી રહ્યા છે.

(2:40 pm IST)