Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

ઓલ ઇન્ડીયા રેડીયોના એનાઉન્સર ડયુટી ઓફીસર વિપુલ બુચનો જન્મદિન

રાજકોટ, તા., ૩૦: ઓલ ઇન્ડીયા રેડીયો/વિવિધ ભારતી રાજકોટના સીનીયર મોસ્ટ એનાઉન્સર કમ ડયુટી ઓફીસર વિપુલ બુચ (એમ.કોમ.એલ.એલ.બી. સ્પે. ડી.ટી.એલ.પી.)નો આજે જન્મદિન છે.કોરોનાના કપરા કાળમાં કો-મોર્બોડીટી સાથે પણ તેમણે અથાક પરીશ્રમ કર્યો. કોવીડ-૧૯ના પુષ્કળ કાર્યક્રમો પણ નિર્માણ કર્યા.

૭૦-૭૦ કેઝયુઅલ એના. અને ૧પ-ર૦ બ્રોડકાસ્ટ આસી.ના તેઓ ઇમ્મીજીએટ હેડ છે અને સફળ સુકાની રહયા છે. સ્વભાવે ધાર્મિક, સાલસ-સરળ, વિનમ્ર ડાઉન ટુ અર્થ એવા આ ક્રિએટીવ કેપ્ટન હંમેશા ટીમ વર્કને જ મહત્વ આપે છે. આકાશવાણી રાજકોટના લોકપ્રિય કાર્યક્રમો જયભારતી, ગીતગુંજન, પ્રસંગોપાત વ્યકિત વિશેષોની મુલાકાતો આદી તેમનાથી સુશોભીત રહયા છે.

(2:43 pm IST)