Gujarati News

Gujarati News

News of Thursday, 2nd December 2021

કલાજીવ રાજૂ વૈશ્નવનો જન્મદિનઃ ૫૦માં પ્રવેશ

રાજકોટ, તા.૨:  'હસો અને હસાવો' જેનો જીવન મંત્ર છે. એવા રાજુ વૈશ્નવનો આજે જન્મદિન છે. ૫૦ વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓએ રમત ગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત યુવા ઉત્સવમાં ચિત્રકલામાં, વકતૃત્વ સ્પર્ધામાં, લોકવાર્તામાં, અભિનયમાં, એકાંકીમાં જિલ્લા કક્ષાએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલ છે. ગુજરાત સરકારનાં સ્વર્ણિમ ગુજરાતમાં તથા કૃષિ મહોત્સવ, શાળા પ્રવેશોત્સવમાં કાર્યક્રમ કરી ચુકયા છે અને હાસ્યના કાર્યક્રમ આપે છે. ''ઝી ગુજરાતી'', ''દુરદર્શન'' જેવી ટીવી ચેનલોમાં હાસ્યનાં કાર્યક્રમ આપી ચુકયા છે. તેમનો મો.૯૪૦૮૫ ૦૬૦૦૫ છે.

(12:29 pm IST)